Rajkot: બાબા બાગેશ્વરના ગુજરાત આગમનને પગલે શરૂ થયો વિવાદ, જાણો કોણે બાબાને ગણાવ્યા તાંત્રિક?
બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે
Rajkot: દેશભરમાં હિન્દુત્વ યુવા આગેવાન અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેશે. બાગેશ્વર ધામના પીઠેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના છે. બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી આગામી 1લી અને 2જી જૂને રેસકોર્સમાં દિવ્ય દરબાર ભરશે, બાબાનો આ દિવ્ય દરબાર બે દિવસીય રહેશે, અને આમાં કેટલાય લોકો હાજરી આપશે. ખાસ વાત છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દિવ્ય દરબારને લઈ લોકલ કમિટી બની છે.
બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા. પોતાની પોસ્ટમાં પુરસોત્તમ પીપરીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો.
એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી. પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.
Rajkot: રામાપીર ચોકડી પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનાને લઈ સાંસદ રામભાઈ મોકરીયાએ શું આપ્યું નિવેદન ?
Rajkot News:
પરેશ ડોડીયાની માલિકીની મર્સિડીઝ કારની ઠોકરે મયુર તન્ના નામના યુવાનનું મોત થયું હતું. કાર માલિક પરેશ ડોડીયા અને તેના ભત્રીજાની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. કાર માલિકે પોલીસ નિવેદનમાં કાર ભત્રીજો લઈને ગયો હોવાનુ જણાવ્યું હતું. પોલીસે કાર માલિક પરેશ ડોડીયાના ભત્રીજાની પૂછપરછ કરતા, એક્સિડન્ટ કરનાર મર્સિડિઝ કાર પરેશ ડોડીયાનો ડ્રાઈવર ભોલો લઈને ગયો હોવાનું અને તેનાથી અકસ્માત થયો હોવાનું નિવેદન આપ્યું હતું. પોલીસ દ્વારા કાર ખરેખર કોણ ચલાવતું હતું તેની તપાસ માટે ફિંગર પ્રિન્ટ નિષ્ણાતની મદદ લેવામાં આવી રહી છે. ઘટનાને 48 કલાક છતા હજુ એક પણ વ્યક્તિની અટકાયત કે ધરપકડ કરવામાં રાજકોટ પોલીસ નિષ્ફળ નીવડી છે ત્યારે મૃતકના પરિવરજનોએ ગઈકાલે ન્યાય માટે મીડિયા સમક્ષ પોકાર કર્યો હતો.
રાજકોટ મનપામાં આગામી 19 જૂને યોજાશે શિક્ષણ સમિતિની ચૂંટણી
રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિને લઈને મોટા સમાચાર છે. આગામી 19 જૂને શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાશે. આ અંગે મનપાએ જાહેરનામુ પણ બહાર પાડ્યુ છે. આગામી 19મી જૂને રાજકોટ મનપાની શિક્ષણ સમિતિની ચૂંટણી યોજાશે, આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. ખાસ વાત છે કે, ભ્રષ્ટાચારને લઈને આખે આખી શિક્ષણ સમિતિને બરખાસ્ત કરવામાં આવી હતી. નવા શિક્ષણ સમિતિના ચેરમેન કોણ અને શિક્ષણ સમિતિના સભ્યો કોણ હશે તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યુ છે. શિક્ષણ સમિતિના ચેરમેનને લઈને અનેક નામોની ચર્ચાઓ પણ થવા લાગી છે. શિક્ષણ સમિતિના ચેરમેન માટે કિશોર રાઠોડ સહિતના નામો મોખરે છે. અહીં કુલ બાર બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્રણ બેઠકો સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવે. નોંધનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો ચૂંટણીમાં મતદાન કરી શકે