માતાની ક્રૂરતાનો કિસ્સોઃ રાજકોટમાં માં એ પુત્રને ધાબા પરથી ફેંકવા માટે નીચે લટકાવ્યો, ને પછી...
Rajkot Crime News:રાજકોટમાં ગોકુલ ધામ આવાસ યોજનામાં પતિ પત્નીના ઝગડામાં બાળકને છત ઉપરથી નીચે ફેંકવાનો મામલો સામે આવ્યો છે

Rajkot Crime News: રાજકોટમાંથી હ્રદય કંપવી દેવારી ઘટના સામે આવી છે, હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, એક માતાએ પોતાના પુત્રને ઘરની છત નીચેથી ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો, જોકે, સદનસીબે સ્થાનિકો જોઇ જતાં એક પુરુષે તાત્કાલિક તેને બચાવી લીધો હતો. માતાએ પુત્ર સાથે આવું કેમ કર્યુ તેની હજુ સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે, અને એબીપી અસ્મિતા આ વીડિયોની પુષ્ટી કરતુ નથી.
રાજકોટમાંથી આજે એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, વાયરલ થઇ રહેલા વીડિયોમાં માતાની ક્રૂરતા જોવા મળી રહી છે. જે વીડિયો સામે આવ્યો છે તે રાજકોટના ગોકુલધામ આવાસ યોજનાનો છે, અહીં એક માતાએ પોતાના પુત્રને કોઈ કારણોસર બાળકને આવાસ યોજનાની છત ઉપરથી નીચે ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો, પુત્રને છત પરથી નીચે લટકાવ્યો હતો, પરંતુ ત્યા હાજર સ્થાનિકો જોઇ જતાં એક પુરુષે તેને બચાવી લીધો હતો. ખાસ વાત છે કે આ ઘટનામાં સત્ય શું છે તેની સ્પષ્ટતા થઇ નથી. આ વીડિયોની એબીપી અસ્મિતા ન્યૂઝ પુષ્ટી કરતું નથી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટમાં ગોકુલ ધામ આવાસ યોજનામાં પતિ પત્નીના ઝગડામાં બાળકને છત ઉપરથી નીચે ફેંકવાનો મામલો સામે આવ્યો છે. મહિલાએ બાળકને છત ઉપર લઈ જઈને નીચે ફેંકવા લટકાવ્યો હતો.બાળકને બચાવવા મહિલાનો પતિ છત પર દોડી આવ્યો હતો. અહીં આવાસમાં રહેતા હિન્દી ભાષી પતિ અને પત્ની વચ્ચે ગૃહ કંકાસ થયો હતો. બાળકને લટકાવવા અંગેનો વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ હતી અને પતિ પત્નીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતાં. બાળકને છત પરથી લટકવાનાર મહિલાએ માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવ્યું હતું. તેણે નિવેદનમાં કહ્યું હતું કે,તે બાળકને ડરાવતી હતી. આ દરમિયાન તેનો પતિ છત પર આવી ગયો હતો અને બાળકને બચાવી લીધો હતો. આ મહિલાને પાડોશી સાથે પણ ઝઘડો થયો હતો. બાળક સાથે કરેલી આ કૃરતાને કારણે પોલીસે પણ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.





















