Rajkot Gamezone fire Live Upates: રાજકોટ અગ્નિકાંડ બાદ હાઈકોર્ટે સુઓમોટો કરતા સરકાર મુકાઈ ભીંસમાં
ઘટના સ્થળ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા, રમેશ ટીલાળા પહોંચી નિરક્ષણ કર્યું હતું.
LIVE
Background
Rajkot Gamezone fire Live Upates: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી 27 નિર્દોષ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પીએમ મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત તમામ રાજકીય હસ્તીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
ઘટના સ્થળ ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા હતા. મુખ્યમંત્રી, ગૃહમંત્રીની સાથે ભરત બોઘરા, રમેશ ટીલાળા પહોંચી નિરક્ષણ કર્યું હતું. મોડી રાત્રીના હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું હાલ તમામ કાટમાળ તોડી પાડવામાં આવ્યો છે હજુ કાટમાળ ખસેડવા કામગીરી ચાલુ છે. હવે કોઈ મૃતદેહ નીકળવાની શક્યતા નહિવત્ છે. આખીરાત કાટમાળ તોડવાનું કામગીરી ચાલી હતું. સત્તાવાર રીતે ૨૮ જેટલા મૃતદેહો સિવિલ પહોંચ્યા છે.
રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં શહેરના વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.
રાજ્ય સરકારે સહાયની કરી જાહેરાત
આ સાથે રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે લગભગ 4.30 વાગ્યે ગેમિંગ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવેલા ફાઇબર ડોમમાં આગ લાગી હતી. ત્યારપછી પાંચ કલાક પછી પણ ટીઆરપી ગેમ ઝોનમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી.
TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની ધરપકડ કરી છે. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભીષણ આગને કારણે સ્ટ્રક્ચર ધરાશાયી થઈ ગયું અને લોકો તેની અંદર દટાઈ ગયા. જેના કારણે આગ વધુ ભયાનક બની હતી.
રાજકોટ-પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું મોટું નિવેદન
TRP ગેમ ઝોનને પોલીસ કમિશનરે આપી મંજૂરી. ટિકીટ બુકિંગ માટે મંજુરી આપવામાં આવે છે. નવેમ્બર ૨૦૨૩માં મંજૂરી આપવામાં આવી હતી તે પૂર્ણ થયા બાદ ૩૧-૧૨-૨૦૨૪ સુધી રિન્યૂ કરવામાં આવી છે. દરેક વિભાગની મંજૂરીના કાગળો સાથે મંજૂરી અપાઇ હતી. ફાયર NOC માટે ફાયરના સાધનોના બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને NOC માટે પ્રક્રિયા ચાલુ હોવાનો દાવો કર્યો હતો.
રાજકોટ અગ્નિકાંડ બાદ હાઈકોર્ટે સુઓમોટો કરતા સરકાર મુકાઈ ભીંસમાં
રાજકોટ અગ્નિકાંડ બાદ હાઈકોર્ટે સુઓમોટો કરતા સરકાર મુકાઈ ભીંસમાં.
આજે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં રહેશે હાજર.
પોલીસ વડા અને શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ રહેશે હાજર.
હાઇકોર્ટમાં જવાબ રજૂ કરવા તમામ મ્યુનિસિપલ કમિશ્નર પાસેથી મંગાવ્યો રિપોર્ટ.
આ બનાવને લાગતાં વળગતા તમામ વિભાગના વડાઓને બેઠકમાં હાજર રહેવા સૂચના.
રાજ્યના મુખ્ય સચિવ સતિતના જવાબદાર અધિકારીઓ રહેશે હાજર.
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના ના પીડિતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું
રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના મામલે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના ના પીડિતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. નરેન્દ્રભાઈ પરમારે ઝુલતા પુલ દુર્ઘટનામાં પોતાની દીકરી ગુમાવી હતી. ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરા ની હરણી નદી દુર્ઘટના અને રાજકોટની ગેમ ઝોન અગ્નિકાંડ માં નિર્દોષ બાળકો ભોગ બન્યા. આરોપીઓ સામે કોઈ કડક કાર્યવહી થતી નથી તેઓ જામીન પર છૂટી જાય છે તેવો અમારો 2 વર્ષનો અનુભવ છે. આરોપીઓ ને સજા કરવાના બદલે કેવીરીતે બચાવી શકાય તેના પ્રયત્નો વધુ થાય છે. એવા કોઈ જ કાયદાઓ જ નથી કે આવી દુર્ઘટના ના આરોપીઓ ને ઝડપી સજા થાય અને કાયદા બનાવવા ની માનસિકતા પણ નથી એટલે આવી દુર્ઘટનાઓ બનતી રહે છે. પ્રભુ પાસે પ્રાર્થના કે એમના માતા પિતા ને આ ઘા સહન કરવાની શક્તિ આપે. ભ્રષ્ટ તંત્ર પાસે પણ એવી અપેક્ષા કે એમને પણ ઈશ્વર સદબુદ્ધિ આપે અને આમાં આકરા પગલાંઓ લઈને જવાબદારો ને કડક સજા મળે તે માટે પ્રયત્નો કરે.
રાજકોટ ગેમ્સ ઝોનના માલિકો મોતનું ફોર્મ ભરાવતા
રાજકોટ ગેમ્સ ઝોનના માલિકો મોતનું ફોર્મ ભરાવતા.
જે લોકો ગેમ્સ રમવા આવતા હતા તેમની પાસે પહેલા ફોર્મ ભરાવવામાં આવતું હતું.
આ ફોર્મની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો કોઈને ઇજાઓ કે કોઈનું મોત થાય છે તો ગેમ્સ જવાબદાર રહેશે નહીં.
તમે કોઈપણ ગેમ રમતા હશો અને કોઈ પણ ઘટના બને છે તો તેની જવાબદારી ગેમ્સની રહેશે નહીં.
પહેલેથી જ પોતાના બચાવ માટે મોતના ફોર્મ ભરાવી લેવામાં આવતા હતા.
રાજકોટની ગોઝારી આગની ઘટના બાદ જાગેલા તંત્રએ ગોધરા શહેરમાં પણ ચાલતા ગેમઝોન કરાવ્યા બંધ
રાજકોટની ગોઝારી આગની ઘટના બાદ જાગેલા તંત્રએ ગોધરા શહેરમાં પણ ચાલતા ગેમઝોન કરાવ્યા બંધ. ગોધરા મામલતદાર ,ગોધરા શહેર પોલીસ અને ફાયર વિભાગ ની સંયુક્ત ટીમે ગોધરા શહેરમાં આવેલા ગેમ ઝોન અને મોટી સંખ્યામાં પબ્લિક ગેધરરીંગ ધરાવતા સ્થળોની તપાસ હાથ ધરી છે. ગોધરા શહેરના દાહોદ રોડ પર આવેલ ડોમમાં ચાલતા ગેમ ઝોન અને દાહોદ રોડ પર જ આવેલા dmart માં વહીવટી તંત્રની ટીમ દ્વારા કરાઈ તપાસ. ડોમમાં ચાલતું ગેમ ઝોન કોઈપણ પ્રકારની ફાયર કે અન્ય વિભાગની એનઓસી વગર જ ચાલતું હોવાનું સામે આવતા કરાવાયું બંધ. Dmart માં તપાસ દરમિયાન ડી માર્ટમાં આવેલા તમામ એક્ઝિટ ડોર પર લોક મારેલા હોવાનું પણ સામે આવ્યું. દાહોદ રોડ ઉપર આવેલા અન્ય એક ગેમ ઝોન માં તપાસ હાથ ધરાઈ જ્યાં ઇમરજન્સી એક્ઝિટનો અભાવ સામે આવ્યો. તમામ ગેમઝોનને અન્ય સુચના ન મળે ત્યાં સુધી કરાવ્યા બંધ.