કોરોના મહામારીના કારણે રાજકોટનો રંગીલો લોકમેળો નહી યોજાય
રેસકોર્સ ખાતે યોજાતા લોકમેળામાં દરરોજ લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડતા હોય છે. હાલની વર્તમાન સ્થિતિમાં આ મેળો ન યોજી શકાય તે સ્વાભાવિક છે.
રાજકોટવાસીઓનો રંગીલો લોકમેળો આ વર્ષે નહિ યોજાઈ. જિલ્લા કલેકટર દ્વારા આ અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. રેસકોર્સ ખાતે યોજાતા લોકમેળામાં દરરોજ લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટી પડતા હોય છે. હાલની વર્તમાન સ્થિતિમાં આ મેળો ન યોજી શકાય તે સ્વાભાવિક છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી જિલ્લા કલેકટર દ્વારા મેળાઓ નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રનો લોકપ્રિય લોકમેળો કોરોના મહામારીના કારણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નહી યોજાય.
રાજકોટમાં યોજાતા લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે ત્યારે મેળો યોજવો સંભવ નથી. લોકમેળા ઉપરાંત ખાનગી મેળાઓ પણ યોજવા દેવામાં આવશે નહિ.
રાજ્યમાં કોરોના વાયરસની શું છે સ્થિતિ
રાજ્યમાં કોરોના વાયરસના (Gujarat Corona Cases) સંક્રમણમાં સતત ઘટાડો થયો છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 74 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.72 ટકા થયો છે.
કયા શહેરમાં કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત
સુરત શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 26, વડોદરા શહેરમાં 4, બનાસકાંઠામાં 1, જુનાગઢ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 6, વલસાડમાં 3, ભાવનગરમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 11, જામનગર કોર્પોરેશનમાં 11, મહેસામાં 1, સુરતમાં 2 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજારથી વધુ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 13 હજાર 998 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 443 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 4347 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3,92,953 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જેની સાથે કુલ રસીકરણનો આંક 2,97,34,497 પર પહોંચ્યો છે.