શોધખોળ કરો

Rajkot News: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, રાજકોટમાં વધુ 4 લોકોએ ગુમાવ્યો જીવ

રાજકોટમાં ચાર લોકોના હાર્ટ એટેકને કારણે મોત થયા છે. જેમાં એક વ્યક્તિની ઉંમર 40 વર્ષથી નીચે છે તો એકની ઉંમર 50 વર્ષની નીચે અને બેની ઉંમર 50 વર્ષથી ઉપર છે.

Death by Heart Attack: રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં ચાર લોકોના હાર્ટ એટેકને કારણે મોત થયા છે. જેમાં એક વ્યક્તિની ઉંમર 40 વર્ષથી નીચે છે તો એકની ઉંમર 50 વર્ષની નીચે અને બેની ઉંમર 50 વર્ષથી ઉપર છે.

જે ચાર લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે તેમાં 36 વર્ષીય કારૂલાલ મેઘવાળ ડ્રાઈવર સાથે ક્લીનર તરીકે એમપીથી ફ્રૂટની ડિલિવરી કરવા આવ્યો હતો ત્યારે હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. બીજું નામ 55 વર્ષીય કારખાનેદાર રમેશ ભાઈ અમિપરાનું છે જે પોતાના કારખાને હતા ત્યારે જ હાર્ટઅટૅક આવ્યો હતો અને તેમનું મોત થયુ હતું. ત્રીજું નામ 45 વર્ષીય મધુભાઈ સાબડનું છે જે રીક્ષામાં માર્કેટ યાર્ડથી શાકભાજી ભરીને જતા હતા ત્યારે રસ્તામાં હાર્ટ એટેક આવ્યો અને જીવ ગુમાવ્યો હતો. ચોથું નામ રૈયાધાર વિસ્તારમાં રહેતા 54 વર્ષીય રઘુભાઈનું છે જેમને પોતાના ઘરે જ હાર્ટ એટેક આવતા મોત થયુ હતું.

યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધીમાં ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીઓથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.
 
હાર્ટ એટેક શું છે

હાર્ટ સ્પેશિયાલિસ્ટના મતે હાર્ટ એટેકની સ્થિતિને 'મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન' કહેવામાં આવે છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયના કોઈ ભાગમાં લોહીનો પુરવઠો બંધ થઈ જાય છે અને તેના કારણે ત્યાં લાંબા સમય સુધી લોહી અને ઓક્સિજન પહોંચી શકતું નથી. જેના કારણે તે કામ કરવાનું બંધ કરી દે છે અને વ્યક્તિનું મૃત્યુ થાય છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ સામાન્ય રીતે લોહીના ગંઠાવાનું સંચય છે. જેને બ્લડ ક્લોટિંગ પણ કહેવાય છે, જે ધમનીઓમાં ચરબી જમા થવાને કારણે થાય છે.

યુવાનોના હૃદય કેમ આટલા નબળા થઈ રહ્યા છે?

આજકાલ, એવા ઘણા કિસ્સાઓ છે જ્યારે જીમમાં વર્કઆઉટ અથવા ડાન્સ કરતી વખતે યુવાનોને હાર્ટ એટેક આવે છે. આ અંગે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આજકાલ અજાણ્યા હૃદયરોગ, કોઈ યોગ્ય તાલીમ વિના વધુ પડતી અને ભારે કસરત, ડીહાઈડ્રેશન અને વધુ પડતા ઉત્તેજક અથવા કેફીનનું સેવન યુવાનોના હૃદયને નબળું પાડી રહ્યું છે અને તેમનામાં હાર્ટ એટેકની બીમારીઓ વધી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?
Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?
Embed widget