Rajkot: રખડતાં શ્વાનનું ટોળું 4 વર્ષની બાળકી પર તૂટી પડ્યું ઘટના સ્થળે જ મોત
Rajkot News: જંગલેશ્વર વિસ્તારમાં આવેલા વોકળાના કારણે શ્વાનો એકઠા થાય છે,જેને લઇને સ્થાનિકો હેરાન થાય છે. રખડતાં શ્વાનો અંગે સ્થાનિકોએ RMCમાં લેખિત ફરિયાદ કરી છે,પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નથી.
Rajkot News: રાજકોટમાં દિવસેને દિવસે શ્વાન કરડવાના કિસ્સા વધી રહ્યા છે. શહેરમાં રખડતાં શ્વાને વધુ એક જીવ લીધો છે. જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકીને રખડતાં કૂતરાઓએ ફાડી ખાધી હતી. 7-8 રખડતાં શ્વાન બાળકી પર તુટી પડતાં તેનું સ્થળ પર તડપી તડપીને મોત થયું હતું. જંગલેશ્વર વિસ્તારમાં આવેલા વોકળાના કારણે શ્વાનો એકઠા થાય છે,જેને લઇને સ્થાનિકો હેરાન થાય છે. રખડતાં શ્વાનો અંગે સ્થાનિકોએ RMCમાં લેખિત ફરિયાદ કરી છે,પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નથી.
શ્વાનનો આતંક વધતા રાજકોટ મહાનગરપાલિકાએ રસીકરણ અને ખસીકરણની કામગીરી તેજ બનાવી હતી. લાખો રૂપિયાના ખર્ચે રસીકરણ અને ખસીકરણની કામગીરી થઈ હોવાના દાવાઓ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ પાલિકાના દાવા પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, શ્વાનના આતંકના કિસ્સા સતત સામે આવી રહ્યા છે.
રાજકોટમાં કોરોના કાળમાં બનેલી હંગામી હોસ્પિટલ રખડતા શ્વાન અને આવારા તત્વોનો અડ્ડો બની
રાજકોટમાં બે વર્ષ પહેલા કોરોના વખતે ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં લાખોના ખર્ચ હંગામી ધોરણે હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. આ લાખોની કિંમતના ટેન્ટ ધુળ ખાય રહ્યા છે. રખડતા શ્વાન અને આવારા તત્વોનો અડો બની ગયેલી હોસ્પિટલના ટેન્ટ અને મેડીકલ સાધનો અન્ય જગ્યા એ જયાં જરૂરીયાત હોય ત્યાં વહેલી તકે શિફ્ટ કરવા જનસેવક રાજુ જુંજાએ માંગણી કરી છે. કરોડાના ખર્ચ ઉભી કરવામાં આવેલી હંગામી હોસ્પીટલમાં અલગ અલગ વિભાગો માટે કેબીનો બનાવવામાં આવી છે અને દર્દીઓ માટે બેડ, વેન્ટીલેટર, એસી જેવા મેડીકલ સાધનો પર વસાવામાં આવ્યા હતા. ઉપરાંત ડોકટરો માટે ટેબલ – ખુરશી પણ રાખવામાં આવ્યા હતા. ર4 કલાક સીકયુરીટી હોવા છતા ચીજ-વસ્તુઓ હાલ ધૂળ ખાય છે. આ મેડીકલ સાધનો અને ટેન્ટ વહેલી તકે અન્ય જગ્યાએ ઉપયોગ નહી કરવામાં આવે તો ભંગાર થઇ જશે. આરંભે સુરા એવા તંત્ર વાહકો અને સતાધીશો આ હંગામી હોસ્પીટલ પ્રત્યે વહેલી તકે ધ્યાન દઇ સરકારના અને જનતાના પૈસા ધૂળ-ધાણી થાય એ પહેલા એનો સદઉપયોગ કરવા રાજુ જુંજાએ અપીલ કરી છે.
આ પણ વાંચોઃ
પોસ્ટ ઓફિસની આ બે યોજનાઓમાં રોકાણ કરીને મહિલઓ બની શકે છે અમીર, મળી રહ્યું છે લાખોનું રિટર્ન!