રાજકોટમાં રસ્તાં પર 'પતિ, પત્ની ઔર વો'... બે મહિલાઓ વચ્ચે ગાળાગાળી સાથે થઇ મારામારી
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, ગઇરાત્રે શહેરના મેઇન રૉડ પર બે મહિલાઓ વચ્ચે જોરદાર લડાઇ થઇ રહી છે
Rajkot News: રાજકોટમાંથી તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં 'પતિ, પત્ની ઔર વો'ના કિસ્સામાં મારામારી કરતી બે મહિલાઓ દેખાઇ રહી છે, ખરેખરમાં આ વીડિયો ગઇકાલે રાત્રે રાજકોટમાં બનેલી એક એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની છે, અહીં પતિને અન્ય મહિલા સાથેના સંબંધોની જાણ પત્નીને થઇ ગયા બાદ પત્ની અને તેના પતિ સાથે રિલેશન રાખી રહેલા મહિલા વચ્ચે જોરદાર મારામારી થઇ હતી.
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, ગઇરાત્રે શહેરના મેઇન રૉડ પર બે મહિલાઓ વચ્ચે જોરદાર લડાઇ થઇ રહી છે. ખરેખરમાં, રાજકોટમાં મોટી ટાંક ચોક વિસ્તારમાં ગઇ રાત્રે 'પતિ, પત્ની ઔર વો'નો કિસ્સો સર્જાયો હતો. અહીં એક મહિલાએ પોતાના પતિ સાથે સંબંધો રાખી રહેલી મહિલા સાથે જોરદાર મારામારી કરી હતી, પહેલા બન્ને મહિલાઓ આમને સામને ગાળાગાળી કરી હતી,
બાદમાં બન્ને વચ્ચે છુટા હાથની મારામારી પણ થઇ હતી. બાદમાં બન્ને તરફથી પુરુષો પણ મેદાનમાં આવી ગયા હતા અને રસ્તાં વચ્ચે બેફામ ગાળોનો વરસાદ થયો હતો. બે જૂથો વચ્ચે મારામારી વધતા ટાંક ચોકમાંથી પસાર થઇ રહેલા રાહદારીઓએ ટોળાને છુટા પાડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
માલધારીઓ અને ઢોર પકડવા આવેલી ટીમ વચ્ચે બબાલ
રાજકોટના ગાંધીગ્રામમાં માલધારીઓ અને ઢોર પકડવા આવેલી ટીમ વચ્ચે બબાલ થઇ હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા રોડ પર ઢોર પકડવા આવેલી ટીમ અને માલધારીઓ વચ્ચે બબાલ થઇ હતી. ઢોર પકડવા આવેલી ટીમ અને એસઆરપીના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે અધિકારીઓ અને માલધારીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ મામલે માલધારીઓએ કહ્યુ હતું કે ઘર પાસેથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે હુમલાખોર એક વ્યક્તિની અટકાયત કરી હતી. માલધારીઓએ કહ્યું અમારા ઘર પાસે ગાય દોહતા હતા ત્યારે ગાયને પકડવામાં આવી હતી. ઢોર પકડવાની કામગીરી દરમિયાન મહિલાઓ અને મહિલા સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ભારે ઝપાઝપી થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. માલધારીઓએ ઢોર પકડવા આવેલી ટીમના કર્મચારીઓના કપડા પણ ફાડી નાખ્યા હતા. એનિમલ ન્યુસન્સ કંટ્રોલ અધિકારીઓ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દંડ વધારાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી. પશુ પકડાય તો તેનો દંડ ડબલ કે ત્રણ ગણો કરવાની દરખાસ્ત હતી.