(Source: ECI/ABP News/ABP Majha)
‘કોઇએ દારૂ પીને લગ્નમાં ન આવવું’, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ લગ્નની કંકોત્રી
રાજકોટના હડાળા ગામના કોળી પરિવારની લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે
રાજકોટઃ રાજકોટના હડાળા ગામના કોળી પરિવારની લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. હડાળા ગામના મનસુખભાઈ સીતાપરાની દીકરીના લગ્ન હતા. સમાજ વ્યસનમુક્ત બને તે માટે મનસુખભાઈએ આ અનોખી પહેલ કરી હતી. તેમણે લગ્નની કંકોત્રીમાં સ્પષ્ટ લખ્યું કે મહેરબાની કરીને કોઈએ દારૂ પીને ન આવવું. સોશિયલ મીડિયામાં લગ્નની આ કંકોત્રી ખૂબ વાયરલ થઈ રહી છે. આ મતે વર્ષ 2012માં કોળી સમાજે મીટિંગ કરી હતી. જેમાં દારૂ પીને આવનારાને 501 રૂપિયાનો દંડ નક્કી કરાયો હતો. મનસુખભાઈનું કહેવું છે કે, મારે સમાજ અને ગામને વ્યસન મુક્ત બનાવવો છે.
મનસુખભાઈની દીકરીના લગ્નની કંકોત્રીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું હતુ કે મહેરબાની કરીને દારૂ પીને લગ્નમાં આવવું નહીં. ગામના અન્ય સમાજના લોકોએ પણ પોતાના આ નિર્ણય ને વધાવી લીધો હતો.
હડાળા ગામના મોટાભાગના લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે આ ગામમાં પણ ખેતીનું કામ કરતા મનસુખભાઈ સીતાપરા દીકરીના લગ્ન છે મનસુખભાઈ સીતાપરાએ દીકરીના લગ્નની કંકોત્રીમાં લખ્યું હતું કે દારૂ પીને કોઈએ લગ્નમાં આવવું નહીં. નોંધનીય છે કે વર્તમાન સમયમાં લગભગ દરેક સમાજના લગ્ન પ્રસંગમાં દારૂનું દુષણ જોવા મળે છે.મનસુખભાઈએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે મારે સમાજ ગામ અને પરિવારોને વ્યસન મુક્ત બનાવવા છે. 2012માં કોળી સમાજે બેઠક કરી હતી જેમાં દારૂ પીને આવનારને 501 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.
મનસુખભાઈની આ પહેલને હડાળા ગામના લોકોએ પણ આવકારી લીધી છે. ગામના પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોકોએ પણ મનસુખભાઈ સમાજ સુધારણાની વારંવાર પ્રશંસા કરી હતી. ગામના પૂર્વ સરપંચે પણ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે દરેક સમાજની અંદર દારૂનું દુષણ વધતું જાય છે ત્યારે સમાજની અંદર આ રીતના નિયમો બનાવવાની જરૂર છે.
Rajkot: રાજકોટમાં હાથમાં દારુની બોટલ સાથે તિરંગા ફિલ્મના ગીત "પીલે પીલે ઓ મેરે રાજા" પર ઝુમ્યા જાનૈયા, પોલીસ આવી એક્શનમાં
Rajkot: રાજકોટમાં લગ્નમાં દારૂ પીરસાયો હોવાનો વિડીયો વાઇરલ થતા ખળભળાટ મચ્યો છે. તિરંગા ફિલ્મના ગીત પર જાનૈયાઓ દારૂની બોટલ સાથે ઝૂમતા નજરે પડ્યા છે. પીલે પીલે ઓ મેરે રાજા ગીતની કડી પર દારૂની બોટલ સાથે જાનૈયાઓ ઝૂમતા નજરે પડ્યા હતા. કથિત દારૂ પાર્ટીના વિડીયોને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. એક વીડિયોમાં વરરાજાને બંદૂક આપવામાં આવતી હોય તેવા દ્રશ્યો પણ કેદ થયા છે. વાયરલ વીડિયોમાં ગુનાહિત કૃત્યોમાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલો સખ્શ પણ દેખાતો હોવાની ચર્ચા છે. તાજેતરમાં ભાઈના લગ્ન અંતર્ગત પેરોલ પર છૂટ્યો હોવાની ચર્ચા છે