શોધખોળ કરો

રાજકોટમાં દૂધ ખરીદતા પહેલા થઈ જાવ સાવધાન, દૂધના 3 નમૂના થયા ફેલ

શિવશક્તિ ડેરી ફાર્મ, આશાપુરા ડેરી ફાર્મ અને બોલેરો કારમાંથી લીધેલા દૂધના નમૂના ફેઈલ થયા છે. દૂધ ગુણવત્તાયુક્ત ન હોવાનો ખુલાસો થયો છે. થોડા સમય પહેલા લીધેલા 3 નમૂના ફેઈલ થયા છે.

રાજકોટઃ રાજકોટ RMCના આરોગ્ય વિભાગે લીધેલા દૂધના 3 નમૂના ફેઈલ થયા છે. થોડા સમય પહેલા લીધેલા 3 નમૂના ફેઈલ થયા છે. શિવશક્તિ ડેરી ફાર્મ, આશાપુરા ડેરી ફાર્મ અને બોલેરો કારમાંથી લીધેલા દૂધના નમૂના ફેઈલ થયા છે. દૂધમાં ફોરેન ફેટની હાજરી, SNF ઓછા અને B. R રીડિંગ ધારા ધોરણ કરતા વધુ હોવાનો રિપોર્ટ આવ્યો છે. દૂધ ગુણવત્તા યુક્ત ન હોવાનો ખુલાસો થયો છે. 

ગણેશ ઉત્સવના તહેવારને લઈને આરોગ્ય વિભાગનું ખાણી-પીણીના વેપારીને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સંતકબીર રોડ અને ભુપેન્દ્ર રોડ પર ખાણી-પીણી વેંચતા 20 વેપારીઓને ત્યાં ચેકીંગ કર્યું હતું. સડેલા બટેકા 18 કિલો, 1 કિલો વાસી પનીર, 21 કિલો સોસ, વાસી બટાટાનો માવો 3 કિલો અને વાસી બાફેલા શાકભાજી 2 કિલોનો નાશ કર્યો હતો. 

Vadodara : નીંદર માણી રહેલા પુત્રને માતાની નજર સામે જ કુહાડીના ઘા મારીને પિતા પતાવી દીધો ને પછી....
 
વડોદરાઃ  વાઘોડિયાના કોટંબી ગામે પિતાએ પુત્રની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. સાંજે જમતી વખતે પિતા કનુભાઈ ભરતભાઈ પરમાર (ઉં.વ.55) અને પુત્ર રાકેશ વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં ઊશ્કેરાયેલ રાકેશે બાપને બે ચાર લાત મારી દીધી હતી. પિતાએ લાતની અદાવત રાખી રાત્રીના બારેક વાગ્યે પુત્રને કુહાળીના ઘા માર્યા હતા. 
 
નિંદર માણતા પુત્ર રાકેશને કુહાળીના ચાર- પાંચ ઘા મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. પુત્રનુ ઢીમ ઢાળી પિતા ફરાર થઈ ગયા હતા. જોકે, વાઘોડિયા પોલીસે હત્યારા પિતાને શોઘવા ચાર ટીમ બનાવી હતી અને વડોદરા બાયપાસ પાસેના ખેતરમા છુપાયેલ પિતાને દબોચી લેવાયો છે. વાઘોડિયા પોલીસે હત્યારા પિતાની પુછપરછ આરંભી છે. 
 
ગત સાંજે કનુભાઈ પરિવાર સાથે જમવા બેઠા હતા. જમતી વખતે પુત્ર રાકેશ (ઉં.વ.25) ને પિતા સાથે સામાન્ય બોલાચાલી થતા રાકેશે પિતાને ત્રણ ચાર લાત મારી દિઘી હતી. રાત્રીના લગભગ સાડાબાર વાગ્યે પિતા કનુભાઈએ સુતેલા પુત્રના ગળાના ભાગે ચાર-પાંચ કુહાડીના ઘા ઝીંકી દેતા પુત્ર લોહિના ખાબોચીયામા તરફડી મોતને ભેટ્યો હતો.
 
આ ઘટનામા પતિને પુત્રને મોતને ઘાટ ઊતારતો જોઈ પત્ની અવાક્ બની પતીને જોઈ રહિ હતી. પતિએ તમે સુઈ જાઓ કહિ ફરાર થયો હતો. ઘટના અંગે વાઘોડિયા પોલીસને જાણ થતા પોલીસે ચાર ટીમો બનાવી આરોપી પિતાને વડોદરા બાયપાસ પાસેથી ઝડપી પાડી પુછપરછ આરંભી છે. માત્ર સામાન્ય બોલાચાલીમા પુત્રએ મારેલી લાતની અદાવતે પિતાએ કુહાળીના ચાર થી પાંચ ઘા ઝીંકી નિંદર માણતા પુત્રને ચિર નિંદ્રામા પોઢાવી દિઘો હતો.

ટોપ સ્ટોરી

ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ
Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!
Flydubai Attack: સંકટ સમયે યાદ આવ્યા હનુમાનજી! પછી જે થયું કેપ્ટન સ્મિતે PM મોદીને જણાવી આખી વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
ઓમાનમાં પ્રતિબંધિત, બેગમાંથી પેલેસ્ટાઇનના પેમ્ફલેટ મળ્યા... સ્મિત મચ્છરના હુમલાખોરના નામનો ખુલાસો
Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ
Asian Games 2026: 17 વર્ષની કુમકુમ મોહોદે મેળવી હેટ્રિક, ગૉલ્ડ જીતી રચી દીધો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
એશિયન ગેમ્સમાં 13માં દિવસે ગોલ્ડ મેડલનો વરસાદ, 16 ગોલ્ડ સાથે ભારત ટોપ-5 માં 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
Weather Tomorrow: ચોમાસાની વિદાય વચ્ચે કાલે દેશના 8 રાજ્યોમાં વરસાદની આગાહી, આ રાજ્યમાં રેડ એલર્ટ 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
આરાધના મિશ્રા UP કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા, ઈમરાન મસૂદને મળી આ જવાબદારી 
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
પંજાબ કૉંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા પરગટ સિંહ, રાજા વડિંગે આજે જ આપ્યું હતું રાજીનામું
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
ભારતીય મહિલા હોકી ટીમનું ઐતિહાસિક કારનામું, ચીનને હરાવી 44 વર્ષ બાદ જીત્યો ગોલ્ડ 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
નાના ઘરની છત પર કઈ સોલાર પેનલ લગાવવી? કિલોવોટથી લઈ વીજળી સુધી પૂરી ગણતરી સમજો 
Embed widget