(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: રાજકોટમાં દીપડાની દહેશત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવારે-સાંજે જોગિંગ કરવા પર પ્રતિબંધ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસના વિસ્તારોમાં દીપડો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવારે અને મોડી સાંજે જોગિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને આસપાસના વિસ્તારોમાં દીપડો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવારે અને મોડી સાંજે જોગિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દીપડાના આટા ફેરા થતા કસરત કરવા જતા હજારો લોકોની સુરક્ષાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. અંધારું હોય ત્યારે કેમ્પસમાં જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. દીપડો ન પકડાય ત્યાં સુધી આ જ રીતે નિર્ણય યથાવત રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અલગ અલગ રસ્તા પર બેરીકેટ પણ મૂકવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કેમ્પસ 400 એકરમાં ફેલાયેલું છે. મોટાભાગનો વિસ્તાર જંગલ જેવો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહેલી સવારે 06:00 વાગ્યે ફોરેસ્ટ વિભાગની ટીમ પણ પહોંચી હતી. છેલ્લા 13 દિવસથી ફોરેસ્ટ વિભાગની અલગ-અલગ ટીમો દીપડાની શોધખોળ કરી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવારે અને મોડી સાંજે જોગિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દીપડાના આટા ફેરા થતા કસરત કરવા જતા હજારો લોકોની સુરક્ષાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. અંધારું હોય ત્યારે કેમ્પસમાં જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. દીપડો ન પકડાય ત્યાં સુધી આ જ રીતે નિર્ણય યથાવત રહેશે.
સ્થાનિક રહીશોને તકેદારી અંગે સૂચન કરતા વન અધિકારીએ જણાવ્યું કે, આ દીપડો જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી ખેડૂતો અને માલધારીઓએ તકેદારી રાખવી જોઈએ. જેમાં તેઓએ પોતાના ઢોરને ખુલ્લી જગ્યામાં રાખવાનું બંધ કરવું જોશે. આ સાથે જ ખેડૂતો જ્યારે રાત્રી દરમિયાન ખેતરમાં હોય તો અગ્નિનો ભઠ્ઠો શરૂ રાખવો જોઈએ, જેનાથી દીપડો તેમની નજીક આવશે નહીં. આ સાથે જ જો કોઈ નોનવેજ સહિતની વસ્તુઓ બનાવી હોય તો તેનો કચરાનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી દીપડો તેમની આસપાસ આવશે નહીં. લોકોને અપીલ છે કે ગભરાય નહીં અને કોઈ પણ અફવા ફેલાવે નહીં. જો ખરેખર તેમને દીપડાની જાણ થાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવામાં આવે તેમ જણાવ્યું છે.
વન વિભાગના કર્મચારીઓની તપાસમાં સામે આવ્યું છે કે દીપડાની ઉંમર અંદાજિત 3 થી 4 વર્ષની છે. તેમજ આ દીપડાની વધુ પડતી મૂમેન્ટ વાગુદળ, કણકોટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુંજકા વિસ્તારમાં જોવા મળી છે. આ સિવાય દીપડો અન્ય કોઈ વિસ્તારમાં જોવા મળ્યો નથીઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજકોટ જિલ્લાના ગોંડલ અને જસદણ સહિતના વિસ્તારોમાં સિંહ જોવા મળ્યા હતા. પરંતુ આવું પ્રથમ વખત બન્યું છે કે કોઈ દીપડો રાજકોટ નજીકના ગામમાં દેખાયો હોય.