શોધખોળ કરો

રાજકોટમાં વૃંદાવન ધામ ઈશ્વરીયા ખાતે રાજભોગ દર્શન માટે ચાર્ટર પ્લેનમાં શ્રીનાથજીથી ધ્વજા પહોંચી

રાજભોગ દર્શન માટે સોમવારે ચાર્ટર પ્લેનમાં શ્રીનાથજીથી ધ્વજા  વૃંદાવન ધામ ઈશ્વરીયા રાજકોટ પહોંચી હતી.  ધ્વજાને ઉદયપુર એરપોર્ટ પરથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા નાથદ્વારાથી રાજકોટ લાવવામાં આવી હતી.

રાજકોટ: મૌલેશભાઈ ઉકાણી દ્વારા કાલાવડ રોડ પર ઈશ્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે 12.5 એકર વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરવામાં આવ્યું છે. રાજભોગ દર્શન માટે સોમવારે ચાર્ટર પ્લેનમાં શ્રીનાથજીથી ધ્વજા  વૃંદાવન ધામ ઈશ્વરીયા રાજકોટ પહોંચી હતી.  ધ્વજાને ઉદયપુર એરપોર્ટ પરથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા નાથદ્વારાથી રાજકોટ લાવવામાં આવી હતી. રાજકોટ એરપોર્ટ પર મોલેશ ભાઈ ઉકાણી અને ઉકાણી પરિવાર દ્વારા ધજાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.  ત્યાંથી રાજકોટ નજીકના ઈશ્વરીયા ગામમાં બનેલ વૃંદાવન ધામ ખાતે લઈ જવામાં આવી. 

ધ્વજાના દર્શન પ્રસંગે  નિલેશ સાંચીહાર, મંદિરના અધિકારી શ્રી સુધાકર ઉપાધ્યાય, શ્રીનાથજી મંદિરના મુખ્ય સંચાલક ભરત ભૂષણ વ્યાસ, તિલકાયતના મુખ્ય સલાહકાર શ્રી અંજન શાહ, તિલકાયતના સચિવ શ્રી લીલાધર પુરોહિત, સહાયક અધિકારી અનિલ સનાધ્યા, સમાધાની ઉમંગ મહેતા, પીઆરઓ અને મીડિયા ઇન્ચાર્જ ગીરીશ વ્યાસ, મંદિરના પંડ્યાજી, પરેશ નાગર, જમાદાર હર્ષ સનાધ્ય, વિજય ગુર્જર, ભાવેશ સનાઢ્ય સાથે સેંકડો વૈષ્ણવ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટમાં વૃંદાવન ધામ ઈશ્વરીયા ખાતે રાજભોગ દર્શન માટે ચાર્ટર પ્લેનમાં શ્રીનાથજીથી ધ્વજા પહોંચી

તા.6 જાન્યુઆરીના રોજ શ્રીનાથદ્વારાથી ચાર્ટર પ્લેન મારફતે ધ્વજા રાજકોટ ખાતે લાવવામાં આવી. રાજકોટના આંગણે ડુંગર દરબારથી ન્યુ 150 ફુટ રીંગ રોડ પર રાધીકા ફાર્મ ખાતે લઈ જવામાં આવી. રાજકોટના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત વૈષ્ણવ સંપ્રદાયમાં ધ્વજા સાથેની ભવ્યાતિભવ્ય ધર્મયાત્રા યોજાઈ. 

વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરવામાં આવ્યું છે 

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા કાલાવડ રોડ પર ઈશ્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે 12.5 એકર વિશાળ જગ્યામાં વૃંદાવન ધામ ઉભું કરવામાં આવ્યું છે.

વૃંદાવનધામને નિહાળવાનો લ્હાવો

ઈશ્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે ત્રિદિવસીય મનોરથમાં દરરોજ સવારે 8:30 થી 1:30 કલાકે અને સાંજે 4:30 થી 8:30 સુધી રાજકોટની ધર્મપ્રેમી જનતા દર્શન કરી શકશે. ત્રિદિવસીય મનોરથ ઉત્સવ દરમ્યાન એક લાખ થી વધુ ભાવીકો દર્શન, મનોરથ તથા ભવ્યાતિભવ્ય વૃંદાવનધામને નિહાળવાનો લ્હાવો લેશે. 

ત્રિદિવસીય મનોરથ મહોત્સવ

ઈશ્વરીયા ખાતે નિર્મિત ભવ્ય અને અલૌકિક વૃંદાવનધામમાં ગીરીરાજ પર્વત, નાથજીના  મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, દ્વારકાધીશ મંદિરની આબેહુબ પ્રતિકૃતી ઉભી કરવામાં આવી છે. જે જાહેર જનતાનું આકર્ષ્ણનું કેન્દ્ર બની રહેશે.  ધ્વજા આરોહણ, તથા ત્રિદિવસીય મનોરથ મહોત્સવના ભવ્ય અને દિવ્ય પ્રસંગો વૈષ્ણવો માટે જીવનનું એક સોનેરી સંભારણું બની રહેશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો

IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત

હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ? ટ્રમ્પે 75 દેશો પર પ્રતિબંધ લગાવતા ખળભળાટ, લિસ્ટમાં ભારનું નામ છે કે નહીં ?
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી

Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો

'દોરી સારી હતી પણ જગ્યા ખરાબ હતી': સી.જે. ચાવડાનો કોંગ્રેસ પર કટાક્ષ, રાહુલ ગાંધી અંગે કરી મોટી આગાહી

આગામી ચૂંટણીમાં અનેક ધારાસભ્યોના પતંગ કપાશે! ધવલસિંહ ઝાલાની આગાહીથી ભાજપમાં સોપો, મંત્રીઓ પણ સુરક્ષિત નથી?

Embed widget