શોધખોળ કરો
રાજકોટના ગોંડલ નજીક હાઈવે પર દરવાજા વગરની એસટી બસ કેમેરામાં થઇ કેદ
રાજકોટઃ રોજના લાખો લોકોને મુસાફરી કરાવતી રાજ્ય માર્ગ વાહનવ્યવહારની બસોમાં વારંવારની બેદરકારી સામે આવે છે. જેના લીધે ઘણી વાર ગંભીર પ્રકારના અકસ્માત પણ સર્જાતા હોય છે. આવી જ ગંભીર પ્રકારની બેદરકારી રાજકોટથી ગોંડલ જઇ રહેલી બસમાં જોવા મળી હતી. જૂનાગઢ ડિવિઝનની પોરબંદર ડેપોની બસ દરવાજા વગરની હતી. જેમા 'એસટી અમારી સલામત સવારી' સૂત્રના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.
રાજકોટથી ગોંડલ જઇ રહેલી બસમાં દરવાજો નહોતો સાથે સાથે તેની સ્પીડ પણ વધારે હતી. જેના લીધે અકસ્માત સર્જાવાની પણ શક્યતા રહેલી હતી. તેમજ દરવાજાની સામેની સીટ પર કોઈ રેલિંગ ન હોવાનું ધ્યાને આવ્યું હતું, જો આ દરમિયાન બસ ઓવરટેક કરવા જાય કે જોરથી બ્રેક મારે તો સીટ પર બેસેલા મુસાફર સંતુલન ગુમાવીને બહાર પણ ફેકાય જવાની શક્યતા રહેલી હતી. આમ એસટી બસ દ્વારા નગરીકોના જીવ સાથે રમત રમવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
મનોરંજન
Advertisement