રાજકોટ: સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા નબીરાને મહિલાઓએ ભણાવ્યો પાઠ, રૂમમાં કેદ કરીને બોલાવી પોલીસ; જુઓ વીડિયો
રાજકોટના તિરુપતિ નગરમાં દારુની મહેફીલ પર મહિલાઓએ દરોડા પાડીને પોલીસને હવાલા કર્યા હતા.
રાજકોટ: તિરુપતિ નગરમાં દારુની મહેફીલ પર મહિલાઓએ દરોડા પાડીને પોલીસને હવાલા કર્યા હતા. રાજકોટના તિરુપતિ નગરમાં ચાલતી દારૂની મહેફિલથી પરેશાન મહિલાઓ જ રણચંડી બની ગઇ અને દારુની પાર્ટી કરતા શખ્સોને સોસાયટીની મહિલાઓએ રૂમમાં પુરી દીધા અને બાદ પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચી ગઇ અને દારૂ પીતા તમામ નબીરાને પોલીસને હવાલે કરી દીધી. પોલીસે દારુની બોટલ સહિત નો મુદ્દામાલ કબજો કર્યો છે,
ગાંધીગ્રામ પોલીસ સમક્ષ મહિલાઓએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, આ અસામાજિક તત્વો દારૂ પીધા બાદ ખરાબ વર્તન કરીને સમગ્ર વિસ્તારમાં અને સોસાયટીમાં આતંક ફેલાવે છે.
ધોળે દિવસે સુરતમાં કારખાનના માલિક સહિત 2ની હત્યા, નોકરીથી છૂટા કરાયેલ કામદારે કરી
સુરતમાં એક સાથે ત્રણ લોકોની હત્યા કરી દેવાઇ છે. ત્રિપલ હત્યા કાંડમાં બે આરોપીની ધરપકડ કરાઇ છે. સમગ્ર ઘટના શું છે જાણીએ
સુરતમાં કારખાના માલિકની સહિત બે લોકોની હત્યા કરાઇ છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો. નોકરીમાંથી છૂટા કરાતા કામદાર અને અન્ય સાગરીતોએ કારખાના માલિક અને ત્રણ શખ્સોને મોતને ઘાટ ઉતાર્યા હતા. .... શહેરના અમરોલી વિસ્તારમાં વેદાંત ટેક્સો નામના કારખાના માલિકે કોઈ કારણોસર કારીગરને છૂટો કર્યો હતો.જે બાદ ઉશ્કેરાયેલા કામદારે પોતાના સાગરીતો સાથે વહેલી સવારે કારખાને પહોંચ્યો અને છરી વડે હુમલો કરી માલિક કલ્પેશભાઈ, ધનજીભાઈ, ઘનશ્યામભાઈ નામના વ્યક્તિની હત્યા કરી દીધી હતી. .. હત્યા બાદ હુમલો કરનાર કામદાર અને તેના સાગરીતો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. તો ઘટનાને પગલે કારખાના માલિકોમાં ભારે રોષ ફેલાયો છે..... હાલ આ કેસમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે. 2 આરોપીની ઘરપકડ કરી દેવાઇ છે.
ઘટનના પગલે સ્થાનિકોમાં ભારે રોષ છે. લોકોનું કહેવું છે કે, કારખાનામાં કામ કરનાર કારીગરો પરપ્રાંતિય છે અને અસામજિક પ્રવૃતિ સાથે જોડાયેલા છે. ઘટનાના પગલે પોલીસ ઘટના સ્થળે તાબડતોબ પહોંચી ગઇ હતી. 2 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવાઇ છે. પીએમ માટે ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ લઇ જવાઇ છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપી ઓડિશાના હોવાનું જાણવા મળ્યું છે.