રાજકોટમાં પતંગ લૂંટવા જતા ટ્રેનની અડફેટે તરુણનું મોત
શહેરમા પતંગ લૂંટવા જતા એક તરુણનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
રાજકોટઃ ઉતરાયણ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજકોટમાં પતંગ લૂંટવા જતા એક તરુણે જીવ ગુમાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર શહેરમા પતંગ લૂંટવા જતા એક તરુણનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. રાજકોટમાં કોઠારિયા સોલવન્ટ પાસે પતંગ લૂંટવા જતા એક તરૂણનું ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
તે સિવાય ઉત્તરાયણના તહેવારમાં દોરીના કારણે ગળામાં ઈજા થવાના અને અકસ્માતના અનેક બનાવો બનતા હોય છે. સમગ્ર રાજ્યમાં સાંજ સુધીમાં પતંગની દોરીના કારણે ઈજા થવાની 224 જેટલી ઘટના ઘટી છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં આશરે 62 લોકો ઘાયલ થયા છે. રાજકોટ 25, વડોદરામાં 26 તથા સુરતમાં 24 લોકો દોરીથી ઘાયલ થયા છે તો 108 ઈમરજંસી એમ્બ્યુલંસને સાંજ સુધીમાં આશરે 2 હજાર 639 જેટલા કોલ મળ્યા હતા.
પાટણમાં પણ ઉત્તરાયણ પર એક દુઃખદ ઘટના બની હતી. એક છોકરાનું કરંટ લાગતાં મોત નીપજ્યું છે.15 વર્ષના શુભમ નામના કિશોરનું કરંટ લાગતા મોત થયું છે. તે મિત્રો સાથે ધાબા પર પતંગ ચગાવતો હતો ત્યારે કરંટ લાગ્યો હતો. પ્રતિબંધિત દોરો કિશોરનું મોતનો કારણ બન્યો. તેના માતા પિતાના એકના એક દીકરાનું મોત થયું.
Porbandar : ઉત્તરાયણની પૂર્વ રાત્રીએ યુવક કરી નાંખી કાકાની હત્યા, કારણ જાણીને ચોંકી જશો
પોરબંદરઃ પોરબંદરના ગોરસર ગામે હત્યાનો બનાવ બન્યો છે. ઉત્તરાયણની પૂર્વ રાત્રીએ હત્યાની ઘટના બનતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી મચી ગઈ છે. હત્યા બીજા કોઈ નહીં, પરંતુ ખૂદ ભત્રીજાએ કાકાની હત્યા કરી છે. ખાટલાનો પાયો મારી હત્યા નીપજાવી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આરોપીને ઝડપી લીધો હતો.
કાકા અને ભત્રીજા વચ્ચે કૂતરું ભગાડવાને લઈને માથાકૂટ થઈ હતી. આ વાતનું મનદુઃખ રાખી ભત્રીજાએ કાકાની હત્યા કરી નાંખી હતી. હાલ, તો પોલીસે હત્યા ભત્રીજાને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.