(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot Crime: રાજકોટમાં છરીના બે ઘા ઝીંકી યુવકની હત્યા, ઓફિસ નીચે ઊભા રહેવા મુદ્દે થઈ હતી માથાકૂટ
રાજકોટ શહેરમાં સામાન્ય બોલાચાલીમાં વધુ એક હત્યાની ઘટના બની છે રાજકોટના કોઠારિયા રોડ ઉપર હોટલ પાસે પાંચ દિવસ પૂર્વે ઓફીસ નીચે ઉભા રહેવા મુદે થયેલી માથાકૂટ બાદ માથાભારે શખ્સે એક યુવકની હત્યા કરી હતી.
Rajkot : રાજકોટ શહેરમાં સામાન્ય બોલાચાલીમાં વધુ એક હત્યાની ઘટના બની છે રાજકોટના કોઠારિયા રોડ ઉપર હોટલ પાસે પાંચ દિવસ પૂર્વે ઓફીસ નીચે ઉભા રહેવા મુદે થયેલી માથાકૂટ બાદ માથાભારે શખ્સે એક યુવકની હત્યા કરી હતી. યુવકનો 50 મીટર સુધી પીછો કરી છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે. ભક્તિનગર પોલીસે મૃતકના મોટાભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળેલી વિગતો મુજબ કોઠારીયા રોડ દેવપરામાં ખોડિયાર હોટલ પાસે હાર્મિશ હસુભાઈ ગજેરાને ત્યાં નજીકમાં ઓફિસ ધરાવતા દોલતસિંહ ઉર્ફે દોલુ સોલંકીએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મર્ચી જવા પામી હતી. પોલીસે હત્યાનો ભોગ બનનારના મોટા ભાઈ રાધિક હંસરાજભાઈ ગજેરા ઉ.વ.૩૦ની ફરિયાદ પરથી દોલતસિંહ ભાવસિંહ સોલંકી રજપૂત વિરૂધ્ધ મોડી રાત્રે ગુનો દાખલ કરવા ઉપરાંત તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
રસ્તામાં ઉભા રહેવા બાબતે માથાકૂટ કરી હતી
વધુ માહિતી મુજબ કોઠારીયા રોડ નજીક આનંદનગર પાસે ગીતાંજલી સોસાયટીમાં રહેતો અને કોઠારીયા ચોકડી પાસે રામનગર નજીક અક્ષર હાર્ડવેર નામે પિતા અને ભાઈ સાથે કારખાનુ ચલાવતો હાર્મિશ ગજેરા. (ઉ.વ. ૨૮) અને તેનો ભાઈ રાધિક ગજેરા (ઉ.વ.૩૦) પાંચેક દિવસ પહેલા દેવપરામાં આવેલી ખોડિયાર ચાની હોટલે ચા-પાણી પીવા ગયા હતાં. તે હોટલ ઉપર દોલતસિંહ ઉર્ફે દોલુની ફાયનાન્સની ઓફિસ હોઈ અને તેણે પાર્કિંગમાં ડેલો બનાવ્યો હોઈ અહીં રાધિક અને હાર્મિશ હોટલ અને દોલતસિંહની ફાયનાન્સની ઓફિસ ત્યાં વચ્ચેના રસ્તામાં ઉભો હતા ત્યારે રસ્તા પર ઉભા રહેવું નહિ કહી દોલતસિંહ ઉર્ફે દોલુએ માથાકૂટ કરી હતી.
ACP ભાવેશ જાધવે જણાવ્યું કે, રાજકોટમાં ગઈકાલ રાત્રે થયેલી યુવક હાર્મિશ ગજેરાની હત્યા પહેલા સામાન્ય તકરાર પાંચ દિવસ પહેલા થઈ હતી. તે તકરારને લઈ આરોપી દ્વારા હત્યા કરવામાં આવી છે. ભક્તિનગર પોલીસે આરોપી દોલતસિંહ ઝડપવા 3 ટીમો બનાવી છે. દોલતસિંહ અગાઉ પણ હત્યાની કોશિશ સહિતના ગુન્હા નોંધાયેલા છે.
દોલતસિંહ ફાઇનાન્સનું કામ કરે છે. ચાની હોટલ પાસે દોલતસિંહની ઓફિસ આવેલી છે. સીડી પાસે ઊભા રહેવાની બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપી દોલતસિંહ અગાઉ અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલો છે.
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત