શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતના ઓલપાડમાં આભ ફાટ્યું, માત્ર 4 કલાકમાં 11 ઈંચ ધોધમાર વરસાદ, જાણો કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો
આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વરસાદે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં ઓલપાડમાં 11 ઈંચ, ઉમરપાડામાં 7 ઈંચ, સુરતમાં 4 ઈંચ, વાપી અને કામરેજમાં સાડા ત્રણ ઈંચ અને કપરાડામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.
સુરત: વડોદરા બાદ શુક્રવારે સાંજે રાજકોટમાં 8 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો ત્યારે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. સુરતના ઓલપાડમાં માત્ર ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો એવું કહી શકાય કે ઓલપાડમાં આભ ભાટ્યું.
આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વરસાદે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં ઓલપાડમાં 11 ઈંચ, ઉમરપાડામાં 7 ઈંચ, સુરતમાં 4 ઈંચ, વાપી અને કામરેજમાં સાડા ત્રણ ઈંચ અને કપરાડામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે સમગ્ર જગ્યાએ પાણી ભરાઈ ગયા છે.
સુરત જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદના આંકડા પર નજર કરીએ તો, બારડોલીમાં 1 ઈંચ, ચોર્યાસીમાં 3 ઈંચ, કામરેજમાં 1 ઈંચ, મહુવામાં 3 ઈંચ, માંડવીમાં 2 ઈંચ, માંગરોળમાં 11 ઈંચ, પલસાણામાં 2 ઈંચ, ઓલપાડમાં 1 ઈંચ, ઉમરપાડામાં 4 ઈંચ, સુરત સીટીમાં 2.5 ઈંચ ખાબક્યો છે.
વલસાડ જિલ્લાના કપરાડા અને વાપીમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વાપી-કપરાડામાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. શુક્રવારે સાંજે 6 વાગ્યાથી અત્યારે સવારે 6 વાગ્યા સુધીમાં વાપીમાં 12 કલાકમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. વાપીમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયાં ગયા છે.
વલસાડ જિલ્લામાં ઉમરગામમાં 3.68 ઈંચ, કપરાડામાં 11 ઈંચ, ધરમપુરમાં 5 ઈંચ, પારડીમાં 6.4 ઈંચ, વલસાડમાં 5 ઈંચ અને વાપીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. સવારથી પણ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી જિલ્લાનાં તમામ નદી નાળાઓ બે કાંઠે થઇ ગયા છે.
ડાંગ જિલ્લા અવિરત વરસાદને કારણે જિલ્લાનાં 8 કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 30થી વધુ ગામો મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે. સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવર ફ્લો થઈ ગયું છે. સાપુતારામાં ઝીરો વિઝીબીલીટી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે. જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદની વાત કરી તો, આહવામાં 5 ઈંચ, વઘઇમાં 8 ઈંચ, સાપુતારામાં 4 ઈંચ, સુબિરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
બિઝનેસ
દુનિયા
સ્પોર્ટ્સ
Advertisement
gujarati.abplive.com
Opinion