શોધખોળ કરો
Advertisement
નવસારીઃ 28 વર્ષીય યુવતીએ કરી લીધો આપઘાત, આપઘાતનું કારણ અકબંધ
વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. આ અંગે જાણ થતા વિજલપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
નવસારીઃ જિલ્લાના વિજલપોર શહેરમાં 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચઈ ગઈ છે. યુવતીએ ઘરે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. જોકે, આપઘાત પાછળનું કારણ અકબંધ છે.
મળતી વિગતો પ્રમાણે વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 28 વર્ષીય યુવતીએ આપઘાત કરી લીધો છે. આ અંગે જાણ થતા વિજલપોર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. હાલ, તો મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. પોલીસ તપાસ પછી આપઘાતનું કારણ સામે આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion