(Source: ECI/ABP News/ABP Majha)
SURAT: સુરતમાં 5 વર્ષની બાળકી સિક્કો ગળી જતા મચી દોડધામ
સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. લિંબાયતમાં બાળકી સિક્કો ગળી જતા અરેરાટી મચી ગઈ હતી. ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી.
સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તિ સમાન કિસ્સો સામે આવ્યો છે. લિંબાયતમાં બાળકી સિક્કો ગળી જતા અરેરાટી મચી ગઈ હતી. ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી. બાળકીનું નામ જાગૃતિ પાટીલ છે અને તે 5 વર્ષની છે. સિવિલમાં તેનો એક્સ-રે કાઢવામાં આવ્યો હતો. જેમાં ગળામાં સિક્કો જોવા મળ્યો હતો. સિનિયર કેજીમાં ભણતી જાગૃતિ પાટીલ રમતા રમતા સિક્કો ગળી ગઈ હતી. ઊલટી થવા માંડતા પરિવારજનોએ સિવિલમાં દાખલ કરી હતી. સિવિલમાં લવાયેલી આ બાળકીની અન્નનળીમાં સિક્કો ફસાયો હોવાનું નિદાન થયું હતું. ત્યાર બાદ ઇએનટી ડૉક્ટરે ફસાયેલા સિક્કાને દુરબીનની મદદથી બહાર કાઢી લીધો હતો. જે બાદ પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
અરવિંદ કેજરીવાલે ગત પ્રવાસ દરમિયાન મહિલાઓને ભેટ આપી હતી
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલેપત્રકાર પરિષદ કરી હતી. આ પત્રકાર પરિષદમાં કેજરીવાલે પોતાની 5મી ગેરન્ટીની જાહેરાત કરી હતી.
આજે પાંચમી ગેરેન્ટી મહિલાઓ માટે
અરવિંદ કેજરીવાલે પોતાની પાંચમી ગેરન્ટીની જાહેરાત કરતાં કહ્યું કે, "પાંચમી ગેરન્ટી ગુજરાતની (Gujarat) મહિલાઓ માટે છે. આ ગેરન્ટી મુજબ 18 વર્ષથી વધુની ઉંમરની જે મહિલાના ખાતામાં દર મહિને 1 હજાર રુપિયા આપવામાં આવશે. એક હજાર રુપિયા દરેક મહિલાના હાથમાં આપવામાં આવશે અને આ પૈસાથી અર્થવ્યવસ્થામાં પણ સુધાર આવશે."
કેજરીવાલે અત્યાર સુધી કુલ 5 ગેરન્ટી આપીઃ
ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે અત્યાર સુધીમાં ગુજરાતની જનતા માટે કુલ 4 ગેરન્ટીઓની જાહેરાત કરી હતી. જેમાં યુવાનોને રોજગારી, બેરોજગારી ભથ્થું, મફત વીજળી સહિતની યોજનાઓની ગેરન્ટીનો સમાવેશ થાય છે. ત્યારે હવે કેજરીવાલે ગુજરાતની મહિલાઓને દર મહિને 1 હજાર રુપિયા આપવાની યોજનાની 5મી ગેરન્ટીની જાહેરાત કરી છે. કેજરીવાલે આ દરમિયાન કહ્યું કે, "આ 1 હજાર રુપિયા મહિલાને મળશે તો તેને બીજા કોઈની પાસે હાથ ફેલાવવાની જરુર નહીં પડે."