SURAT: સુરતમાં સ્વાઈન ફ્લુથી વધુ એક દર્દીનું મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું
સુરત: શહેરમાં સ્વાઈન ફ્લુથી વધુ એક મોત થયું છે. છેલ્લા બે દિવસ દરમિયાન સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂના નવા બે કેસ નોંધાયા છે. જ્યારે એક મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
સુરત: શહેરમાં સ્વાઈન ફ્લુથી વધુ એક મોત થયું છે. છેલ્લા બે દિવસ દરમિયાન સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂના નવા બે કેસ નોંધાયા છે. જ્યારે એક મહિલા દર્દીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. છાપરાભાઠાની મહિલાના મોત સાથે સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂમાં કુલ મરણાંક સાત થયો છે. ગત તારિખ ૮મીએ છાપરાભાઠાની ૬૩ વર્ષીય મહિલાનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ મહિલાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જો કે સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યું છે. મૃતક મહિલા પ્રેશર અને અસ્થમાની બીમારીથી પીડિત હોવાની વાત સામે આવી છે. સ્વાઈન ફ્લુમાં વધુ એક મોત થતા પાલિકાનું આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂના કુલ ૯૮ કેસ થયા છે. જે પૈકી એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ઘટીને થયો એક લાખથી ઓછો
India Coronavirus Case: દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ગઈકાલ કરતાં ઘટી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજાર 539 નવા કેસ નોંધાયા છે અને 43 સંક્રમિતોના મોત થયા છે. મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 99 હજાર 879 થઈ ગઈ છે. કુલ 4 કરોડ 37 લાખ 12 હજાર 218 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 27 હજાર 332 થઈ ગયો છે.
ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસ
- 20 ઓગસ્ટે 13,272 નવા કેસ નોંધાયા અને 83 સંક્રમિતોના મોત થયા.
- 19 ઓગસ્ટે 15,754 નવા કેસ નોંધાયા હતા અને 39 લોકોના મોત થયા હતા.
- 18 ઓગસ્ટે 12608 નવા કેસ નોંધાયા હતા.
- 17 ઓગસ્ટે 9062 નવા કેસ નોંધાયા અને 36 સંક્રમિતોના મોત થયા હતા.
- 16 ઓગસ્ટે 8,813 નવા કેસ નોંધાયા અને 29 સંક્રમિતોના મોત થયા હતા.
- 15 ઓગસ્ટે 14,917 નવા કેસ નોંધાયા અને 32 લોકોના મોત થયા હતા.
- 14 ઓગસ્ટે 14,092 નવા કેસ નોંધાયા અને 41 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા.
- 13 ઓગસ્ટે 15,815 નવા કેસ નોંધાયા અને 68 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
- 12 ઓગસ્ટે 16,561 નવા કેસ નોંધાયા હતા.
- 11 ઓગસ્ટે 16, 299 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોના મોત થયા હતા.
- 10 ઓગસ્ટે 16,047 નવા કેસ નોંધાયા અને 54 દર્દીના મોત થયા.
- 9 ઓગસ્ટે 12,751 નવા કેસ નોંધાયા અને 42 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
- 8 ઓગસ્ટે 16,167 નવા કેસ નોંધાયા અને 41 સંક્રમિતોના મોત થયા હતા.
- 7 ઓગસ્ટે 18,738 નવા કેસ નોંધાયા અને 32 સંક્રમિતોના મોત થયા.
- 6 ઓગસ્ટે 19406 નવા કેસ નોંધાયા અને 49 લોકોના મોત થયા.
- 5 ઓગસ્ટે 20,551 નવા કેસ નોંધાયા અને 70 સંક્રમિતોના મોત થયા હતા.
- 4 ઓગસ્ટે 19,889 નવા કેસ નોંધાયા અને 53 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.
- 3 ઓગસ્ટે 17,135 નવા કેસ નોંધાયા હતા અને 40 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
- 2 ઓગસ્ટે 13,734 નવા કેસ નોંધાયા અને 34 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.
- 1 ઓગસ્ટે 16,464 નવા કેસ નોંધાયા અને 39 સંક્રમિતોના મોત થયા હતા.
આ પણ વાંચોઃ