શોધખોળ કરો
Advertisement
સુરત: ડુમ્મસના દરિયામાં ડૂબી જતા કિશોરનું મોત, એક યુવતી લાપતા
દરિયામાં ડૂબી જવાથી જે યુવકનુ મોત થયું છે તેનું નામ અશ્વિન સંતોષ કતારે છે. જ્યારે અન્ય એક યુવતી લાપતા થઈ છે
સુરત: સુરત ડુમ્મસના દરિયામાં બે લોકો ડૂબ્યા છે. જેમાંથી એકનું મોત થયું છે, જ્યારે એક યુવતી લાપતા થઈ છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી પ્રમાણે આજે રવિવાર હોવાથી ડુમ્મસના દરિયા કિનારા ઉપર સહેલાણીઓની મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એક યુવક અને યુવતીઓ દરિયામાં ન્હાવા માટે પડ્યા હતા. અચાનક તેઓ દરિયામાં ડૂબવા લાગ્યા હતા. એક યુવતી દરિયામાં લાપતા થઈ છે. ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરની ટીમ ડુમ્મસ દરિયા કિનારે પહોંચી હતી અને લાપતા યુવતીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ પણ જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી.
દરિયામાં ડૂબી જવાથી જે યુવકનુ મોત થયું છે તેનું નામ અશ્વિન સંતોષ કતારે છે. જ્યારે અન્ય એક યુવતી લાપતા થઈ છે તેનું નામ કરિશ્મા વાગડોળે હોવાનું સામે આવ્યું છે. અશ્વિનની લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement