શોધખોળ કરો

Accident: મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટેન્કર પાછળ ધડાકાભેર અથડાઈ બાઇક, ચાલકનું ઘટના સ્થળે જ મોત

એનસીઆરબીના તાજેતરના અહેવાલમાં દેશભરમાં 63 ટકા માર્ગ અકસ્માત ઝડપથી વાહન હંકારવાને કારણે થયા હોવાનું જણાવાયું છે.

Accident: રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. સુરતના કામરેજના ધોરણ પારડી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. મુંબઈ - અમદાવાદ હાઇવે ઉપર ઉભેલી ટેન્કર પાછળ ધડાકાભેર બાઈક અથડાઈ હતી. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતને લઈ કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

કાપોદ્રાથી મોટા વરાછા જતા બ્રિજ પર અકસ્માત

આ સિવાય બીજો અકસ્માત સુરતના વરાછા ખાતે થયો હતો. કાપોદ્રાથી મોટા વરાછા જતા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. મોટા વરાછા બાજુ જતા થ્રી વ્હીલ ટેમ્પોને ફોર વ્હીલ ટેમ્પોએ ટક્કર મારી હતી. અકસ્માત લઇને બ્રિજ પર ટ્રાફિકજામ થયો હતો. અકસ્માત લઇને ટેમ્પો પલટી ખાઈ જતા ચાલકને ઇજા પહોચી હતી અને ટેમ્પોમાં રહેલો તમામ સામાન રસ્તા પર વેર વિખેર થઈ ગયો હતો.

જેતપુરમાં અકસ્માતની બે ઘટના

જેતપુર મંડલીક પુર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જામજોધપુરથી રાજકોટ તરફ જઈ રહેલી કારને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં 3 વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. જેતપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જેતપુર ભાદરના જુના પુલ ઉપર અકસ્માત સર્જાયો હતો. અહીં કારચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. કાર ચાલક જેતપુરથી રાજકોટ તરફ જતો હતો ત્યારે જેતપુર ભાદરના જુના પુલ ઉપર બાઈક ચાલક હીરુ રાકેશભાઈ ચૌહાણ નામના યુવક  ટક્કર મારતાં ઈજાગ્રસ્ત થયો હતો. 108 ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જેતપુર ઉદ્યોગનગર પોલીસે અજાણ્યા વાહન ચાલકની તપાસ હાથ ધરી હતી.

શું કહે છે એનસીઆરબીના ડેટા

એનસીઆરબીના તાજેતરના અહેવાલમાં દેશભરમાં 63 ટકા માર્ગ અકસ્માત ઝડપથી વાહન હંકારવાને કારણે થયા હોવાનું જણાવાયું છે. આ જોખમી આદતને મુખ્યત્વે જવાબદાર ગણાવી છે.  નિષ્ણાંતોએ ઝડપથી વાહન હંકારવાની સમસ્યાનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું કે હાઈવે પર દેખરેખના અભાવને કારણે ડ્રાઈવરો નિયમોનું ઉલ્લંઘન કરવા પ્રેરાય છે. અકસ્માતનું પ્રમાણ ઘટાડાવા  હાઈવે પોલીસે સ્પીડ ગન, બ્રેથેલાઈઝર્સ અને ટિન્ટ મીટર જેવા આધુનિક ઉપકરણોનો ઉપયોગ શરૂ કર્યો છે. અનેક શહેરોમાં શરૂ કરાયેલી આ પહેલમાં પીડિત પરિવારને કાનૂની સહાય અને વીમા સંબંધિત મદદની ઓફર પણ કરાઈ રહી છે.

ઊંઝા નગરપાલિકાને મળ્યું ISO 9001:2015 પ્રમાણપત્ર, ISO સર્ટિફિકેટ મેળવનારી બની ઉત્તર ગુજરાતના પ્રથમ નગરપાલિકા  

સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા યુવક-યુવતિ, લગ્નની ના પાડતાં......

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget