શોધખોળ કરો

Surat: સુરતમાં ઈ-બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થતા ઘરમાં લાગી આગ, પરિવારને રેસ્ક્યુ કરવા ફાયર વિભાગની મદદ લેવાઈ

સુરત: ખટોદરા વિસ્તારમાં ઈ-બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થતા મકાનમાં આગ લાગી હતી. મકાનના મેન ગેટ પર જ બેટરીમાં બ્લાસ્ટ થતા પરિવાર ઘરમાં ગોધાયો હતો. જે બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

સુરત: ખટોદરા વિસ્તારમાં ઈ-બાઈકની બેટરીમાં બ્લાસ્ટ થતા મકાનમાં આગ લાગી હતી. મકાનના મેન ગેટ પર જ બેટરીમાં બ્લાસ્ટ થતા પરિવાર ઘરમાં ગોધાયો હતો. જે બાદ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.  ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિવારનું બીજા મકાનના ટેરેસ પરથી રેસ્ક્યુ કર્યું હતું. બેટરીમાં બ્લાસ્ટ થવાને કારણે ઘર વખરીનો સમાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

રાધનપુર હાઈવે પર ટ્રકે સાઈકલ ચાલકને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત

રાધનપુર હાઈવે પર અકસ્માતની ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. કચ્છ તરફ જઈ રહેલ ટ્રકે સાઇકલ ચાલકને અડફેટે લીધો હતો. ટ્રકની અડફેટે આવતા સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે લોકોના ટોળા થયા એકઠા થયા હતા. યુવકના મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.  ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘AATITHYAM’ ડેશબોર્ડ કર્યું લોન્ચ

પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા ગુજરાત સરકારે નવતર પહેલ કરી છે. સ્થાનિક –આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.  પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરનાર ગુજરાત એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે તેમ, આજે ગાંધીનગરથી ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, પ્રવાસનના ક્ષેત્રમાં ગુજરાતે ખૂબ ઊંચી ઉડાન ભરી છે, આજથી ૨૦ વર્ષ પહેલાં ભારતના પ્રવાસનના નકશામાં ગુજરાતનું ક્યાંય નામો-નિશાન નહોતું ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે જેના પરિણામ સ્વરૂપે આજે વિશ્વભરમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે મૈત્રી પૂર્ણ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. પીએમ મોદીએ પ્રવાસનને એક મિશન મોડ તરીકે લેવા કરેલા અનુરોધના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વર્ષે ૨૦૨૩-૨૪ના ગુજરાત બજેટમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રૂ. ૨,૦૭૭ કરોડની જોગવાઈ એટલે કે ગત વર્ષ કરતા પ્રવાસન બજેટમાં ૩૪૬ ટકાનો વધારો કર્યો છે. 

પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, ‘આતિથ્યમ’ ડેશબોર્ડમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ, પ્રવાસન સ્થળોની કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી તેની માહિતી પણ એકત્ર થશે એટલું જ નહિ, ડેશબોર્ડના માધ્યમથી પ્રવાસીઓની ઉંમર, ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય પ્રવાસી, પ્રવાસનો હેતુ, કેટલા દિવસ કે રાત્રિ રોકાણ કર્યું તેની વિગતો પણ ઉપલબ્ધ થશે. સચોટ આંકડાકીય વિગતો પ્રાપ્ત થવાને પરિણામે પ્રવાસન સ્થળોને વધુ વિકસિત કરવા માટે વિવિધ પ્રકારની યોજના, પ્રવાસી સુવિધાઓ વિકસાવવા તેમજ પ્રોજેક્ટ નિર્ધારિત કરવામાં ગુજરાત સરકારને વધુ સરળતા રહેશે. ગુજરાતના GSDPમાં પ્રવાસન ક્ષેત્રના યોગદાન વિશે ચોક્કસ માહિતી પણ પ્રાપ્ત થશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
Hun To Bolish : હું તો બોલીશ : સુશાસનનો યુગ ક્યારે?
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
કોઈ પોસ્ટ-કોમેન્ટ નહીં, સોશિયલ મીડિયાના ઉપયોગને લઈ જવાનો માટે ભારતીય સેનાની નવી ગાઈડલાઈન
Embed widget