શોધખોળ કરો
Doctor's Dayના દિવસે જ ભરુચના જાણીતા ડોક્ટરનું કોરોનાના કારણે નિધન
ભરુચના જાણીતા ડોક્ટરનું વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત.

ભરુચઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં મૃત્યુઆંક પણ વધું છે, ત્યારે આજે ભરુચના જાણીતા ડોક્ટરનું કોરોનાથી નિધન થયું છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે. આજે ડોકટરનો જન્મ દિવસ છે અને Doctor's Day પણ છે, ત્યારે તેમના નિધનથી દુઃખની લાગણી ફરી વળી છે. ભરુચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચમાં આજે વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ,અંકલેશ્વર અને પાલેજ વિસ્તારમાં કેસો નોંધાયા છે. ભરૂચમાં કોરોના પોઝિટિવ કેસોનો આંકડો ૨૪૫ ઉપર પહોંચ્યો છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરુચ જિલ્લામાં ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 113 એક્ટિવ કેસો હતા. જેમાં આજે13 કેસો ઉમેરાયા છે. તેમજ 106 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી છે. તેમજ ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોનાથી કુલ 9 લોકોના મોત થયા છે.
વધુ વાંચો





















