સુરતમાં ભાજપનો સ્નેહમિલન સમારોહ, અમિત શાહે કહ્યુ- 'સુરતે તમામ ચૂંટણીમાં ભાજપને જીત અપાવી છે'
સુરતમાં ભાજપનનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી અને સી.આર પાટીલની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો યોજાયો હતો
LIVE
Background
સુરતમાં ભાજપનનો સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી અને સી.આર પાટીલની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા હતા.
દિવાળી બાદ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં ઠેર- ઠેર સ્નેહમિલન સમારોહ યોજ્યા. ત્યારે આજે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન એવા સુરતમાં ભાજપનું દિવાળીનું અંતિમ સ્નેહમિલન યોજાઇ રહ્યું છે. સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉંડ ખાતે આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વર્ચ્યુઅલી આ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સુરત સહિત દક્ષિણ ગુજરાતના ભાજપના 20 હજાર કરતા વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા.
સુરત શહેરે તમામ ચૂંટણીમાં ભાજપમાં જીત અપાવી છે
સુરતમાં યોજાયેલા ભાજપના સ્નેહમિલન સમારોહમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વીડિયો કોન્ફ્રન્સ મારફતે જોડાયા હતા. અમિત શાહે કહ્યું કે હું ડિસેમ્બર મહિનામાં સુરતીઓને મળવા આવીશ. સુરત દેશભરમાં સ્વચ્છતા મામલે બીજા નંબરે આવવા પર સુરત વાસીઓને અમિત શાહે અભિનંદન આપ્યા હતા.
અમિત શાહે કહ્યું કે સુરત શહેરે તમામ ચૂંટણીમાં ભાજપમાં જીત અપાવી છે. સુરત એ મિનિ ભારત છે. 31 - 32 વર્ષથી સુરત ભાજપને જીત અપાવે છે. સીઆર પાટીલની પેજ પ્રમુખની કામગીરી કામ આવી છે.
સંગઠનથી ચૂંટણી જીતી શકાય છે. ટેકસટાઇલ, ડાયમંડ સહિતના અનેક ઉદ્યોગમાં સુરતીઓ આગળ છે.
સુરત શહેરે ભાજપને તમામ ચૂંટણીમાં જીત અપાવી છે

સુરતના કાર્યકર્તાઓએ મારો વટ પાડી દીધો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને સંબોધતા કહ્યું કે સુરત શહેર સ્વચ્છતામાં દેશભરમાં નંબર બે પર આવ્યું છે. આ બદલ સુરત વાસીઓને અભિનંદન. તમામ સફાઇ કર્મચારીઓને પણ અભિનંદન આપું છું. કોરોનામાં ગુજરાતે સારું કામ કર્યું છે. હું જ્યાં જાઉં ત્યાં કાર્યકર્તા ખુશ હોય છે. કેમકે મારી જેમ આમ કાર્યકર્તાનો પણ મુખ્યમંત્રી માટે નંબર લાગી શકે છે.
તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હમેશા કામ કરતા આવ્યો છે.તાલુકા,જિલ્લા પંચાયત ના પરિણામો કાર્યકર્તાના બળે મળ્યા છે. સુરતના કાર્યકર્તાઓએ મારો વટ પાડી દીધો તેમ તમે ગાંધીનગર આવશો તો તમારો વટ પાડી દઈશ. આપણે 182 વિધાનસભાની બેઠક જીતવાની છે. 2022 મા આપણે રિઝલ્ટ આપીશું
આખું ગુજરાત જોઈ રહ્યું છે
સીઆર પાટીલે કહ્યું કે સ્નેહમિલનના કાર્યક્રમને જે કાર્યકર્તાઓએ રૂપ આપ્યું છે એ આખું ગુજરાત જોઈ રહ્યું છે. આ તાકાત આખા રાજ્યની તાકાત છે. દરેક તાલુકાઓની તાકાત આજે અહીં મોજુદ છે. પ્રધાનમંત્રીની નજર ગુજરાત પર છે.
ભાજપના કાર્યકર્તા હોવું ગર્વની વાત
લોકોને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યુ કે ભાજપના કાર્યકર્તા હોવું ગર્વની વાત છે