વાપીમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસે ગત ચૂંટણી કરતાં આ વખતે કેટલી બેઠકો વધારે જીતી?
ગત ટર્મમાં કોંગ્રેસ પાસે 3 બેઠકો હતો, જે વધીને આ વખતે 7 થઈ છે. વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ તૂટી છે. કોંગ્રેસના 3 ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે 367 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.
વાપીઃ વાપી નગર પાલિકાની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. વાપી નગર પાલિકામાં કુલ 11 વોર્ડમાંથી 44 બેઠકોમાંથી 37 બેઠકો પર ભાજપે જીત મેળવી છે, જ્યારે 7 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. આ સાથે ફરી એકવાર વાપી પાલિકામાં ભગવો લહેરાયો છે. જોકે, ગત વખત કરતાં ભાજપને આ વખતે 4 બેઠકો ઓછી મળી છે. આમ, ભાજપનું તમામ 44 બેઠકો જીતવાનું સપનું સાકાર થયું નથી, પરંતુ તેમનો વિજય અવશ્ય થયો છે.
ગત ટર્મમાં કોંગ્રેસ પાસે 3 બેઠકો હતો, જે વધીને આ વખતે 7 થઈ છે. વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ તૂટી છે. કોંગ્રેસના 3 ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે 367 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. મતગણતરી પહેલા જ વોર્ડ નં 10માંથી કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ ખેંચી લેતા ભાજપ ના મહિલા ઉમેદવાર ઇન્દુબેન પટેલ બિનહરીફ જીતી ચુક્યા છે. વોર્ડ નંબર 6માં 4 બેઠકો કોંગ્રેસે જીતી છે.
વાપી નગર પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં 6 પર સૌની નજર હતી. કારણ કે ગત ચૂંટણી દરમ્યાન ભાજપે 44 માંથી 41 બેઠક મેળવી હતી અને માત્ર વોર્ડ નં 6 માંથી જ કોંગ્રેસે 3 બેઠક જીતી હતી અને ભાજપનું વાપી નગર પાલિકામાં એક હથ્થું શાશન રહ્યું હતું. જોકે, આ વખતે વોર્ડ નંબર 6ની તમામ બેઠકો કોંગ્રેસ જીતી ગયું છે. વાપી પાલિકાના વોર્ડ નંબર 1,2,3,4,7,8,9,10,11 ભાજપની પેનલનો વિજય થયો છે.