![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સુરતમાં પ્રેમી પછી પ્રેમિકાએ આત્મહત્યા કરી લેતા ચકચાર, શું છે કારણ?
પોલીસે પ્રેમી પંખીડાની આત્મહત્યાના કારણ અંગે તપાસ શરૂ કરી હતી
![સુરતમાં પ્રેમી પછી પ્રેમિકાએ આત્મહત્યા કરી લેતા ચકચાર, શું છે કારણ? boy and girl committed suicide in Surat સુરતમાં પ્રેમી પછી પ્રેમિકાએ આત્મહત્યા કરી લેતા ચકચાર, શું છે કારણ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/14/241eebf764694d71a79e9e67d3e2d8511657813304_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ સુરતમાં યુવક-યુવતીએ આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, અલથાણ વિસ્તારમાં રહેતા એક યુવકે ફાંસો ખાઈ લેતા તેની પ્રેમિકા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. જો કે તબીબે યુવકને મૃત જાહેર કરતા પ્રેમિકાએ પણ કિડની હોસ્પિટલની બિલ્ડીંગના પાંચમાં માળેથી છલાંગ લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે યુવકના આત્મહત્યાનું કારણ અને યુવતીની ઓળખની દિશામાં તપાસ શરૂ કરી હતી.
યુવતીએ 108 એમ્બ્યુલન્સના કર્મચારીને પોતે મૃતકની પ્રેમિકા હોવાનું જણાવ્યું હતું. પોલીસે પ્રેમી પંખીડાની આત્મહત્યાના કારણ અંગે તપાસ શરૂ કરી હતી.
Crime News: પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતા પતિ પાસે ફરવા માંગતી હતી પરત, કર્યો ફોનને પછી....
Mehsana Crime News: મહેસાણાના ખેરાલુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખેરાલુમાં પત્નીના પ્રેમીએ પતિ ઉપર હુમલો કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેરાલુ તાલુકા હેલ્થ ઓફિસ નજીક ઘટના બની હતી. મળતી વિગત પ્રમાણે, પ્રેમી સાથે ભાગી ગયેલી પત્ની પરત પતિ પાસે આવવા માંગતી હતી. જેને લઈ તેણે પતિને ફોન કર્યો હતો. પ્રેમિકા પરત જવાના ડરથી ઉશ્કેરાયેલા પ્રેમી એ પતિ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. તેણે હાથ અને પગના ભાગે છરીના ઘા માર્યા હતા. પતિએ તેની પત્નીના પ્રેમી નરેશભાઈ ગૌતમભાઈ નામના શખ્સ સામે ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચોઃ
National Film Awards: 68માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત, જાણો કોને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)