ગુજરાતની આ યુનિવર્સિટીમાં પટાવાળાની જગ્યા માટે બીએસસી અને બીકોમની ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ કરી અરજી
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 11 મહિનાના કરાર આધારિત 400 બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી બહાર પાડવામાં આવી હતી
સુરતઃ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 11 મહિનાના કરાર આધારિત 400 બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં પટ્ટાવાળાની છે 111 જગ્યાની પણ ભરતી બહાર પાડવામાં આવી છે. પટાવાળાની જગ્યા માટે 372 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આશ્વર્યની વાત એ છે કે ફોર્મ ભરનારાઓમાં બી. કોમ, બી.એ, બી.એસ.સી, એમ. કોમ અને એમ.એસ.સી.ની ડીગ્રી ધરાવતા ઉમેદવારો પણ સામેલ છે.
પટાવાળાની જગ્યા માટે ઉમેદવારો પાસે ધોરણ સાત પાસની સાથે પાંચ વર્ષનો અનુભવ કે પછી ધોરણ 10 પાસની સાથે એક વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે. પટાવાળાને દર મહિને 14 હજાર 800 રૂપિયાનો પગાર ચૂકવવામાં આવશે. મોંઘવારી અને બેરોજગારીને લઈ ઉચ્ચ શિક્ષણ મેળવનારા યુવાનો પણ પટ્ટાવાળાની નોકરી કરવા માટે તૈયાર થયા છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમીઃ અમદાવાદ 47 ડિગ્રીએ શેકાયું
ગુજરાતમાં હાલ મે મહિનાની શરુઆતમાં જ ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. હાલ રાજ્યના મુખ્ય શહેરો સહિત ઘણા વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હાલની સ્થિતીએ એવું લાગી રહ્યું કે જાણે ગુજરાત અગનભઠ્ઠી બની ગયું છે. અમદાવાદમાં આજે તાપમાન 47 ડીગ્રીને પાર થઈ ગયું છે. આ સાથે રાજ્યનાં 8 શહેરમાં તાપમાન આજે રેકોર્ડ 45ને પાર થઈ ગયું છે. આ ગરમીથી બચવા માટે લોકો હાલ બહાર જવાનું પણ ટાળી રહ્યા છે અને ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યા છે. ચાર દિવસ સુધી આવી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહિ કરી હતી અને ત્યાર બાદ આંશિક રાહત મળી શકે છે.
આજે જ્યાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે તે અમદાવાદની વાત કરીએ તો શહેરમાં સવારથી જ ગરમીની શરુઆત થઈ ગઈ હતી. આજે બપોરે અમદાવાદ શહેરનું તાપમાન 47 ડિગ્રીએ પહોંચી ગયું હતું. સાંજના 5 વાગ્યા સુધીમાં પણ સુરજે પોતાનો પ્રકોપ બતાવવાનું યથાવત રાખ્યું હતું અને વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગાંધીનગર, ઈડર, મહેસાણા, હિંમતનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાં, શેરડીનો રસ, એસી કુલરનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.