શોધખોળ કરો

Surat: બાળકોને સાયકલ ચલાવવા આપતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, જાણો

બાળકોને સાયકલ ચલાવવા આપતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.  સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી કિરણ પાર્ક સોસાયટીમાં  એક બાળક પોતાની સાઇકલ લઈને પસાર થઈ રહ્યો હતો.

સુરત: બાળકોને સાયકલ ચલાવવા આપતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.  સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી કિરણ પાર્ક સોસાયટીમાં  એક બાળક પોતાની સાઇકલ લઈને પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન સોસાયટીમાં મૂકવામાં આવેલા બમ્પ કુદાવા જતા સાયકલનું આગળનું ટાયર નીકળી ગયું હતું.  સાયકલનું ટાયર નીકળી જતા બાળક ગંભીર રીતે નીચે પટકાયો હતો.  બાળક નીચે પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 

આ ઘટના અંગે જાણ થતા સોસોયટીના લોકો દોડી આવ્યા હતા અને બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. બાળકને ત્રણ દિવસ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ સ્વસ્થ થયું હતું. બાળક નીચે પડી જતા મોંઢા પર ફેક્ચર થયું હતું. સદનસીબે બાળકને તાત્કાલિક સારવાર મળી જતા સ્વસ્થ થઈ ગયું હતું. બાળકના પિતાએ તમામ બાળકોના માતાપિતાને અપીલ કરી હતી કે પોતાના બાળકને સાયકલ કે રમકડાં આપતા પહેલા તે ચકાસી લેવું તેમજ બાળકને પણ ટકોર કરવી કે સાવચેતીથી ચલાવે. જે પ્રકારના સીસીટીવી સામે આવ્યા છે તે જોઈને તમામ લોકો હચમચી ગયા છે.  

Gujarat Weather: હવામાન વિભાગે 5 દિવસ કમોસમી વરસાદની કરી આગાહી, ખેડૂતોને કરી આ અપીલ

હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈ આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં પાંચ દિવસ છુટાછવાયા વરસાદની આગાહી છે. 15, 16 અને 17 માર્ચે વરસાદની આગાહી છે, થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં 13 અને 14 માર્ચે વરસાદ રહેશે. 15 માર્ચથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ રહેશે, 16 માર્ચે કેટલાક સ્થળે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે, 17 માર્ચે કેટલાક વિસ્તારમાં વરસાદ રહેશે.  અમદાવાદમાં આજે અને આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 15 થી 17 વરસાદ રહેશે. ખેડૂતોને  પાક થઈ ગયો હોય લઈ લેવા વિનંતી છે. સૌથી વધુ સુરતમાં 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન છે. બે દિવસ કોઈ ફેરફાર નહીં થાય.

માવઠાના વધુ એક રાઉન્ડથી કેરી, ઘઉં સહિતના પાકને નુકસાનની ભીતિ સર્જાતાં ખેડૂતોને માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ દરમિયાન ડબલ સીઝન પણ અનુભવાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવતીકાલે જ્યાં માવઠાની આગાહી છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૃચ, છોટા ઉદેપુર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, કચ્છનો સમાવેશ થાય છે.આગામી પાંચ દિવસ દરમિયાન માવઠાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જોવા મળી શકે છે. આમ, કેટલાક સ્થળોએ ફરી ડબલ સીઝન અનુભવાય તેવી સંભાવના છે. 

આગામી પાંચ દિવસ કયા જિલ્લામાં માવઠાની આગાહી?

  • 13 માર્ચ : બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, અમદાવાદ, તાપી, નર્મદા, સુરત, ભરૂચ, છોટા ઉદેપુર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, કચ્છ.
  • 14 માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, તાપી, ભાવનગર, અમરેલી, રાજકોટ, કચ્છ.
  • 15 માર્ચ: નર્મદા, તાપી, અમરેલી, રાજકોટ, કચ્છ.
  • 16 માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, કચ્છ.
  • 17 માર્ચ: બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરામાં ઉઠ્યા દારૂબંધીના લીરેલીરા, ચાર શખ્સોનો દારૂની બોટલ સાથેનો VIDEO VIRALHun To Bolish : હું તો બોલીશ : નેનો માટે કોઈનું નાટક નહીં ચાલેHun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટ અધિકારીઓને સજા કેમ નહીં?Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, ત્રણ જવાન થયા શહીદ
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
ચેન્નઇની પીચ પર કોનું ચાલશે રાજ? મુંબઇ બાદ બેંગલુરુને હરાવવા તૈયાર ગાયકવાડ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
Nitin Gadkari: શૌચાલયના પાણીથી વાર્ષિક 300 કરોડ રૂપિયાની કમાણી? જાણો નીતિન ગડકરીએ કેવીરીતે કરી આ કમાલ
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
કેટલી છે Honda Shineની ઓન-રોડ કિંમત? આ બાઇક ખરીદવા કેટલી ચૂકવવી પડશે EMI?
Crime News: બેંગલુરુમાં પતિએ કરી પત્નીની હત્યા, સૂટકેસમાં લાશ છૂપાવી થયો ફરાર
Crime News: બેંગલુરુમાં પતિએ કરી પત્નીની હત્યા, સૂટકેસમાં લાશ છૂપાવી થયો ફરાર
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
SRHને તેના જ ઘરમાં લખનૌએ ધૂળ ચટાડી, પહેલા શાર્દુલે તરખાટ મચાવ્યો પછી પૂરન-માર્શનું તોફાન
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
Embed widget