શોધખોળ કરો

SURAT : સુરતમાં કરુણા દવા બેન્કનો પ્રારંભ, જરૂરિયાતમંદોને વિના મૂલ્યે અપાશે દવા

Surat News : કરુણા દવા બેંકમાંથી મફત દવા મેળવવા માટે ડોકટરનું પ્રિસ્ક્રિપ્શન સંસ્થાને રજૂ કરવાનું રહેશે.

SURAT : સુરત શહેરમાં ચંદ્રઅશોક સોમકરુણા સંસ્થા દ્વારા કરુણા દવા બેંકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દવા બેન્ક દ્વારા જરૂરિયાતમંદોને વિના મૂલ્યે દવા આપવામાં આવશે. આ ઉપરાંત  લોકો દ્વારા ખરીદ્યા બાદ બચેલી દવા ઉઘરાવી જરૂરિયાતમંદોને વિતરિત કરાશે. કરુણા દવા બેંકમાંથી મફત દવા મેળવવા માટે ડોકટરનું પ્રિસ્ક્રિપ્શન સંસ્થાને રજૂ કરવાનું રહેશે.

સુરતમાં જીવરક્ષા, પર્યાવરણ રક્ષા અને માનવતાલક્ષી કામગીરી કરતી શ્રી ચંદ્રઅશોક સોમ કરુણા સંસ્થા દ્વારા સૌપ્રથમ એક નવી વિચારધારા સાથે કાયદાકીય ધોરણે કરુણા દવા બેંક શરૂ કરવામાં આવી છે. આ દવા બેંકમાં એવી દવા જરૂરિયાત મંદોને આપવામાં આવશે જે દવાઓ લોકો દ્વારા ખરીદવામાં આવી હોઇ અને અમુક દવા વાપર્યા બાદ બચેલી દવા ઉધરાવવામાં આવશે અને તેને દવા બેંકના માધ્યમથી આપવામાં આવશે. આ દવાઓ વિનામુલ્યે આપવામાં આવશે. આ દવા બેંકમાં ખરીદી કર્યા વગર લોકોને દવા આપવામાં આવશે. 

સામાન્ય રીતે આજના આ ફાસ્ટ યુગમાં નાની મોટી કોઈપણ તકલીફ હોઇ તો પણ બજારમાંથી દવાનું આખું પત્તુ લેવામાં આવે છે, જેમાં 10 કે 15 ગોળીઓ હોય છે.  પરંતુ બે-ત્રણ ગોળીઓ ખાઈ બાકીની ઘણા સમયે વેસ્ટ જતી હોય છે. તેમજ ઘણા એવા પરિવારો છે જેને રેગ્યુલર દવાઓ લેવી પડતી હોય છે જેનો ખર્ચ કાઢવો પણ ભારે પડે છે.

આ ધ્યાનમાં લઇ કરુણા ચંદ્ર-અશોક-સોમ સંસ્થાના ધરણેન્દ્ર સંઘવીને એવો વિચાર આવ્યો કે બંનેનું માધ્યમ બનીએ એના ફળ સ્વરૂપે આજે કરુણા દવા બેંકની શરૂઆત કરી છે. કેટલીક દવા ઘરમાં ધૂળ ખાતી પડી રહેતી હોવાથી બિન ઉપયોગી એટલે કે વેસ્ટ હોય તેને બેસ્ટ બનાવવા એટલે કે ઉપયોગી ઉપયોગમાં લેવા એવી દવાઓનું સોર્ટિંગ  કરી જેમને પણ જરૂરી છે તેઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ આ બેંકમાંથી સંપૂર્ણતઃ વિનામૂલ્યે મેળવી શકશે.

કરુણા દવા બેંકમાંથી જેમને પણ દવાની જરૂર હોય તેમણે પોતાનું પ્રિસ્ક્રિપ્શન સંસ્થાના વોટ્સએપ નંબર 9328933303 પર  મોકલવાનું રહેશે. જેથી સંસ્થા પાસે જે બ્રાન્ડની સમાન દવા અથવા બીજી બ્રાન્ડની દવા જે ઉપલબ્ધ હશે તે જ દવા સંપૂર્ણ મફત આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget