શોધખોળ કરો

Surat: રાજ્યમાં વધુ એક બ્રિજ ભ્રષ્ટાચારની ભેટ ચડ્યો, 118 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં 42 દિવસમાં પડી ગઈ તિરાડો

સુરત:  બ્રિજ સેલની ઘોર બેદરકારી સામે આવી છે. સુરત ખાતે વિવાદિત વેડ-વરિયાવ બ્રિજ ભ્રષ્ટાચારની ભેટ ચડ્યો છે. બ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયો છે. નવાઈની વાત એ છે કે,એક મહિના પહેલા જ બ્રિજને ખુલ્લો મુકાયો હતો.

સુરત:  બ્રિજ સેલની ઘોર બેદરકારી સામે આવી છે. સુરત ખાતે વિવાદિત વેડ-વરિયાવ બ્રિજ ભ્રષ્ટાચારની ભેટ ચડ્યો છે. બ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયો છે. નવાઈની વાત એ છે કે,એક મહિના પહેલા જ બ્રિજને ખુલ્લો મુકાયો હતો. આમ કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ ભ્રષ્ટાચારની ભેટે ચડી ગયો  છે અને જનતાના ટેક્સના પૈસા પાણીમાં ગયા છે. વરિયાવ તરફનો ભાગ દબાઈ ગયો છે. પહેલા જ વરસાદે બ્રિજ સેલની પોલ ખોલી નાખી છે. બ્રિજનો ભાગ બેસી જતા અધિકારીઓ  દોડતા થયા છે. લોકોએ બ્રિજ સેલના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે. 

સુરત મનપાના કરોડોના ભ્રષ્ટાચારની કુદરતે  પોલ ખોલી નાખી છે. 118 કરોડના ખર્ચે બનેલો બ્રિજમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું છે. 118 કરોડનો બ્રિજ 42 દિવસમાં જ ક્ષતિગ્રસ્ત થયો છે. વેડ-વરિયાવ બ્રિજ પર પહેલા જ વરસાદે ભ્રષ્ટાચારના ગાબડા પડવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે, 18 મેના રોજ મુખ્યમંત્રીએ  વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતુ. 1496 મીટર લંબાઈ ધરાવતા બ્રિજમાં ભ્રષ્ટાચારના ગાબડા સામે આવ્યા છે. સુરત શહેરમાં બનેલા 120મા બ્રિજમાં ભ્રષ્ટાચારની તિરાડને લઈને લોકોએ પણ આકરા સવાલો કર્યા છે. ભ્રષ્ટાચારનું પાપ છૂપાવવા થીંગડા મારવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કામ વિજય એન મિસ્ત્રી પ્રાઈવેટ લિ.ને સોંપાયું હતું. 

કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર

તો બીજી તરફ બ્રિજમાં તિરાડોને લઈ કોંગ્રેસે પણ ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, આ પાણીનો માર નહીં, ભ્રષ્ટાચારનો ભાર છે. વરસાદને કોસવાનું નહીં ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરો. પાણીના કારણે રોડનું સેટલમેન્ટ નહીં કોંટ્રાક્ટર સાથે વહીવટનું સેટલમેન્ટ છે. સેટલમેન્ટનું બહાનું હોય અન્ય બ્રિજમાં કેમ ન થયું સેટલમેન્ટ. બહુ થઈ વાર્તાઓ, હવે હદ થઈ ભ્રષ્ટાચારથી બરબાદીની. ડામર,કપચીનો કામચલાઉ મેકઅપ બંધ કરો. માટી ખાધી, કપચી ખાધી, કોણે કર્યું ડામરથી મોઢું કાળુ? લોકાર્પણ સમયે ફોટા પડાવતા મંત્રીઓ જુઓ આ પાપ. 118 કરોડના ભ્રષ્ટાચાર પર થીંગડા મારવાની શરૂઆત.

તો બીજી તરફ અધિકારીઓ હજુ પણ ડંફાસ મારવાનું ચુકતા નથી. માત્ર માટી બેસી ગયાની વાર્તાઓ કરે છે. બાબુઓને આ રોડનું નોર્મલ સેટલમેન્ટ લાગે છે. બાબુઓના મકાનના સ્લેબ બેસે તો ખબર પડશે. કારણ કે, આ પહેલી ઘટના નથી જ્યારે રાજ્યમાં બ્રિજના કામમાં લાલીયાવાડી સામે આવી હોય. આ પહેલા પણ રાજ્યમાં અનેક રોડ અને બ્રિજના કામમાં ફરિયાદો સામે આવી ચૂકી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Embed widget