(Source: ECI/ABP News/ABP Majha)
Lok Sabha Elections: આપના પ્રદેશ પ્રવક્તા અને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિત અનેક લોકો બીજેપીમાં જોડાયા
Lok Sabha Elections: 2024 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પક્ષ જોડો અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ કડીમાં આજે સુરત ખાતે ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો. જેમાં કોંગ્રેસ અને આપના અનેક નેતાઓ બીજેપીમાં જોડાયા હતા.
Lok Sabha Elections: 2024 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પક્ષ જોડો અભિયાન ચલાવાઇ રહ્યું છે. આ કડીમાં આજે સુરત ખાતે ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો. જેમાં કોંગ્રેસ અને આપના અનેક નેતાઓ બીજેપીમાં જોડાયા હતા. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહીત આપના કોર્પોરેટરના ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. ૧૦૦૦ જેટલા કાર્યકર્તાઓએ કેસરિયો ધારણ કર્યો છે.
LIVE: પ્રદેશ અધ્યક્ષશ્રી @CRPaatil જીની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ પાર્ટીના પૂર્વ હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરો અને તેમના સમર્થકોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત. સ્થળ: સુરત https://t.co/B2cXH4kSkD
— BJP Gujarat (@BJP4Gujarat) March 3, 2024
ભાજપ કાર્યાલય ખાતે સી.આર પાટીલે ભાજપનો ખેસ પહેરાવી તમામને પાર્ટીમાં જોડ્યા હતા. આંજણાના કોંગ્રસના પૂર્વ કપિલા પટેલ અને ભરત ભાઈ ગોસાઈ જોડાયા હતા. તો બીજી તરફ આપના પ્રદેશ પ્રવક્તા કામિની પ્રજાપતિ પણ ભાજપમાં જોડાયા છે. આપના નવસારી લૉકસભા ઇન્ચાર્જ અને સુરત શહેર આપ ઉપ પ્રમુખ ભાજપમાં જોડાયા છે. આપના વોર્ડ નંબર 20 વોર્ડ પ્રમુખ ધવલ પંચીગર, આપના વોર્ડ નંબર ૨૧ ના પ્રમુખ સ્નેહલ પટેલ, આપ વોર્ડ નંબર ૨૧ ના ઉમેદવાર પ્રિયંકા મૈસુરીયા, આપ વોર્ડ નંબર ૨૨ ના ઉમેદવાર માલવિકા કોસંબિયા, સંભવ શાહ, આપના મજુરા વિધાનસભાના સગંઠન મંત્રી જીતેન્દ્ર પ્રજાપતિ, આપ સુરત શહેરના સહ સગંઠન મંત્રી કિરીટ પટેલ સહિત અનેત આગેવાનો આજે ભાજપમાં જોડાયા છે.
સુરત ઉપરાંત વડોદરા શહેર ભાજપ દ્વારા 2024 લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓ આરંભી દીધી છે, શહેર ભાજપ દ્વારા પક્ષ જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં આજે શહેરના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન સાથે સર્જીકલ જેનેરીક ઓટીસી એસોસિએશનના 500થી વધુ સભ્યો ભાજપમાં જોડાયા હતા. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા તમામને ભાજપનો કેસ પહેરી પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.
આ સાથે જ એસોસિએશનના વધુ 1300 સભ્યો પણ ભાજપમાં જોડાશે. ડ્રગીસ્ટ એન્ડ કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ સાથે મેડિકલ ક્ષેત્રે પણ તેમણે અસાધારણ પ્રયાસો હાથ ધરી વિશ્વ ફલક ઉપર ભારતનું નામ રોશન કર્યું છે ત્યારે અમે તમામ સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે, તો આ પહેલા 350 થી વધુ ડોક્ટરો અને 300થી વધુ શિક્ષકો પણ ભાજપમાં જોડાયા હતા. અગામી 2024 ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપે બુદ્ધિજીવી વર્ગને ભાજપમાં જોડી ચૂંટણી જીતવા કમર કશી છે.