શોધખોળ કરો
Advertisement
દેશમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ ધરાવતા 10 શહેરોમાં રિકવરી રેટ મુદ્દે ગુજરાતનું આ શહેર મોખરે , જાણો વિગત
અમદાવાદનો રિકવરી રેટ માત્ર 39.40 ટકા છે. જ્યારે સુરત શહેર દેશમાં રિકવરી રેટમાં મોખરે છે. સુરતનો રિકવરી રેટ 67.95 ટકા છે. ગુજરાતનો રિકવરી રેટ 45 ટકાએ પહોંચ્યો છે.
સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દેશમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ ધરાવતા 10 શહેરમાં રિકવરી રેટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દેશમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ ધરાવતા 10 શહેરોના રિકવરી રેટમાં સુરત પહેલા ક્રમે આવ્યું છે.
દેશમાં સૌથી વધુ પોઝિટિવ કેસ ધરાવતા શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાનેથી ચોથા ક્રમે પહોંચ્યું છે. અમદાવાદનો રિકવરી રેટ માત્ર 39.40 ટકા છે. જ્યારે સુરત શહેર દેશમાં રિકવરી રેટમાં મોખરે છે. સુરતનો રિકવરી રેટ 67.95 ટકા છે. ગુજરાતનો રિકવરી રેટ 45 ટકાએ પહોંચ્યો છે. રિકવરી રેટમાં અમદાવાદ દેશમાં સાતમા સ્થાને છે. સુરતમાં 20 હજારથી વધુ કોરોના ટેસ્ટ કરાયા છે.
રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ચિંતાનજક વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 394 કેસ સામે આવ્યા છે અને વધુ 29 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 243 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની આંકડો 14063 પર પહોંચ્યો છે અને મૃત્યુઆંક 858 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધીમાં 10280 કેસ નોંધાયા છે. જેમાંથી 4051 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 697 લોકોના મોત થયા છે. તેમજ 5532 લોકો હાલ સારવાર હેઠળ છે. સુરતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1320 કેસો નોંધાયા છે. જેમાંથી 897 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 61 લોકોના મોત થયા છે. તેમજ 362 લોકો સારવાર હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement