Crime News: સુરતના અમરોલીમાં હેર ટ્રીટમેન્ટના નામે સગીરાની છેડતી, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
સુરતના અમરોલીમાં સગીરાની છેડતી કરવાનો પ્રયાસ કરવાની ઘટના બની હતી.
સુરતના અમરોલીમાં સગીરાની છેડતી કરવાનો પ્રયાસ કરવાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના અમરોલી છાપરાભાઠામાં શખ્સે હેર ટ્રીટમેન્ટના બહાને ઘરે આવી સગીરાની સાથે અડપલા કર્યા હતા. બાદમાં સગીરાને કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ અંગે પીડિતાના પરિવારે અમરોલી પોલીસમાં અરજી આપી હતી. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. અરજીના આધારે તપાસ કરી અમરોલી પોલીસે છેડતી અને પોક્સો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
Surat: પાંડેસરામાં 15 વર્ષીય કિશોરીનો આપઘાત, ઘરમાં પંખા પર સાડી બાંધીને ખાધો ગળાફાંસો
Surat: સુરતના પાંડેસરામાંથી એક કિશોરીએ આપઘાત કરીને પોતાનું જીવન ટુંકાવી દીધુ છે. અહીં 15 વર્ષીય કિશોરીએ માતા પિતા નોકરી ગયા હતા આ દરમિયાન તેને ઘરમાં પંખા સાથે સાડી બાંધીને ગાળાફાંસો ખાઇ લીધો હતો.
સુરતના પાંડેસરા 15 વર્ષીય કિશોરી આપઘાત કરી લીધો છે, સીતાનગરમાં રહેતી પૂજા ગૌન્ડ નામની કિશોરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. કિશોરીના માતા-પિતા નોકરી ગયા હતા, તે દરમિયાન તેને ઘરમાં પંખા વડે સાડી બાંધીને આપઘાત કર્યો હતો. કિશોરીએ આમ અચાનક આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. આ ઘટના બાદ પાંડેસરા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી કરીને કિશોરીના મૂર્તદેહને પીએમ અર્થ મોકલવામાં આવ્યો હતો. કિશોરીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
Surat: કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી પરિણીતાનું બ્લેકમેઇલિંગ કરતાં શખ્સ સામે ગુનો દાખલ, કરતો હતો બિભત્સ માંગણીઓ
Surat: સુરતમાંથી અશ્લીલ વીડિયો ઉતારીને પરિણીતાને બ્લેક મેઇલિંગ કરવાનું ષડયંત્ર બહાર આવ્યુ છે, પરિણીતાનો કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારીને એક શખ્સે તેને બ્લેકમેઇલિંગ કર્યુ હતુ, યુવકે પરિણીતા સામે અભદ્ર માંગણીઓ શરૂ કરી દીધી હતી, સમગ્ર મામલો બહાર આવ્યા બાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે, અને તપાસ હાથ ધરવામાં આવી છે. માહિતી પ્રમાણે, સુરતમાં કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી કતારગામની પરિણીતાનું બ્લેકમેઇલિંગ કરવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત કતારગામની પરિણીતાનો કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરવામાં આવી રહ્યું હતુ, એટલુ જ નહીં અભદ્ર માંગણી કરતા જૂનાગઢના યુવક સામે બાદમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો