શોધખોળ કરો

Cyclone Tauktae : તાપીમાં ઝાડ પડતા બાઇક પર જઈ રહેલી વ્યક્તિનું મોત

પવનના કારણે રસ્તા પર ઝાડ પડતા બાઇક ચાલક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

તાપીઃ વ્યારા તાલુકાના બામણામાળ ગામની સીમમાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે. પવનના કારણે રસ્તા પર ઝાડ પડતા બાઇક ચાલક સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

તૌકતે વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળવાનું શરૂ કરી દીધું છે.  વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના અનેક શહેરમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. આ દરમિયાન ભાવનગર જિલ્લામાં પિતા-પુત્રી સહિત ત્રણ લોકોના કરૂણ મોત થયાં છે.

ભાવનગરના પાલીતાણાના નવાગામ બડેલી ખાતે મકાનનું છાપરું પડતાં પિતા-પુત્રીના મોત  કરૂણ મોત થયા છે.  ગારીયાધાર તાલુકાના પાંચટોબરા ગામમાં રૈયાબેન રણછોડભાઈ સરવૈયા (ઉ. વ. ૭૦) નામના વૃદ્ધા પતરાં વાળુ ઘર ધરાશાયી થવાથી મોત થયું છે.

રાજ્યના 188 તાલુકામાં વરસાદ

વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથ ના ગીર ગઢડામાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સાડા સાત ઇંચ તથા ગીર સોમનાથના ઉનામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. અમરેલીના ધારીના ખોડિયાર ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક થતાં આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે.

અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. શહેરમાં પવનની ગતિમાં પણ વધારો થયો છે. વાસણા, શેલણા, એસજી હાઈવે, પ્રહલાદનગર, બાપુનગર, જોધપુર, વેજલપુર, આનંદનગર, ઈસ્કોન, થલતેજ, ગોતા, જીવરાજ પાર્ક, સેટેલાઈન, નિકોલ, નરોડા, સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.

અમરેલીના સાવરકુંડલામાં સાત ઈંચ, ભાવનગરના પાણીતાણામાં સાડા છ ઈંચ, અમરેલી શહેરમાં સવા પાંટ ઈંચ, મહુવામાં પાંચ ઈચ, રાજુલામાં પાંચ ઈંચ, ખાંભામાં પાંચ ઈંચ, બાબરામાં પાંચ ઈંચ, ગઢડામાં ચાર ઈંચ, વિસાવદરમાં ચાર ઈંચ, ઉમરાળામાં પોણા ચાર ઈંચ,  ધારીમાં ત્રણ ઈંચ, ભાવનગરમાં શહેરમાં ત્રણ ઈંચ, જેસરમાં પોણા ત્રણ ઈંચ, વલભીપુરમાં પોણા ત્રણ ઈંચ, તળાજામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકામાં વરસાદી માહોલ છે. ચુડા તાલુકામાં રાત્રે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. ચુડા તાલુકા વીજળી ગુલ થઈ છે.

ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે?

૧૮ મે: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ,ખેડા, વલસાડ, નવસારી, સુરત, ભરૃચ, દમણ, દાદરા નગર હવેલી, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર,

૧૯ મે: અમદાવાદ, ગાંધીનગર આણંદ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, ખેડા, સુરત, ભરૃચ, વડોદરા.

ટોપ સ્ટોરી

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget