શોધખોળ કરો

Surat:  બેફામ આવી રહેલી પિકઅપ ગાડીએ પિતા-પુત્રીને અડફેટે લીધા, પુત્રીનું મોત થયું

સુરતના બગુમરા ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પિતા પોતાની 2 વર્ષીય પુત્રી સાથે ઘરના બિલો ભરીને ઘરે પરત ફરતા હતા તે વેળાએ અકસ્માત નડ્યો હતો.

સુરત: સુરતના બગુમરા ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પિતા પોતાની 2 વર્ષીય પુત્રી સાથે ઘરના બિલો ભરીને ઘરે પરત ફરતા હતા તે વેળાએ અકસ્માત નડ્યો હતો. બેફામ આવી રહેલા પિકઅપ ગાડીએ પિતા પુત્રીને અડફેટે લીધા હતા.  અકસ્માતમાં 2 વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.  

પિતાને ગંભીર ઇજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર  માટે ખસેડવામાં આવ્યા છે. પિતા પુત્રીને લોકોએ નજીકની હોસ્પિટલમાં ખસેડતા બાળકીને તબીબે મૃત જાહેર કરી હતી. અકસ્માતની ઘટનાને લઈને લોકટોળાએ હોબાળો મચાવ્યો હતો. ઘટનાને લઈને પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મોરબીમાં વિધર્મી યુવકે યુવતી સાથે બાંધ્યા શરીર સંબંધ

રબીમાં સગીરાને ખોટું નામ આપી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી.  યુવકે અશોક નામ આપી યુવતી સાથે પાંચ વર્ષ પહેલા વાતચીત શરુ કરી હતી. બાદમાં ઈન્દિરાનગર વિસ્તારમાં બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હતા અને માતા અને ભાઈને પણ મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી અવનારવાર દુષ્કર્મ આચર્યું હતું. જો કે બાદમાં યુવતીને ખબર પડી કે યુવકનું નામ આશીફ મામદભાઈ મકરાણી છે. જેને લઈ યુવતીએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોસ્કો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ઝારખંડમાં શ્રદ્ધા જેવો હત્યાકાંડ, પતિએ પત્નીના ટુકડા કરીને ફેંકી દીધા

ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં દિલ્હીની શ્રદ્ધાની હત્યા જેવો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિએ તેની બીજી પત્નીની હત્યા કરી અને તેના શરીરના ઘણા ટુકડા કરી નાખ્યા. કેસની વધુ વિગતો આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, "સાહિબગંજની 22 વર્ષની આદિવાસી મહિલાના મૃતદેહના 12 ટુકડાઓ મળી આવ્યા છે. મૃતદેહના માથા સહિત કેટલાક ભાગોની હજુ પણ શોધ ચાલી રહી છે. આરોપી પતિ દિલદાર અંસારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, મૃતક તેની બીજી પત્ની હતી." પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે (17 ડિસેમ્બર) સાંજે 6 વાગ્યે સાંથલી મોમીન ટોલા વિસ્તારમાં એક જૂના મકાનમાંથી એક મહિલાનો મૃતદેહ ટુકડાઓમાં મળી આવ્યો હતો. આરોપી મહિલાને લગ્નના બહાને લઈ આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: ગેમ રમવાની ના પાડતા 13 વર્ષીય બાળકે કર્યો આપઘાત
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ
Surat Rain:ભારે વરસાદને પગલે સુરતમાં પ્રશાસનનો મોટો નિર્ણય, 2 દિવસ તમામ કારખાના રહેશે બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Embed widget