Surat News: સુરતમાં તાંત્રિક વિધિના નામે ગેંગરેપ, નણંદોઈ સહિત બે આરોપીની ધરપકડ
Surat News: પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને ટૂંક સમયમાં જ બંને આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી.
Surat News: સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પરિણીતા પર તાંત્રિક વિધિના નામે ગેંગરેપ કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં પીડિતાના નણંદોઈ અને તેના એક સાગરિતની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પીડિતાને તાંત્રિક વિધિ દ્વારા તેના પતિ અને સંતાનો સાથે મેળાપ કરાવવાનું કહીને ફસાવી હતી. ત્યારબાદ તેઓએ પીડિતા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ આ કૃત્યનો વિડિયો પણ ઉતાર્યો હતો અને તે વિડિયો પીડિતાની માતા અને અન્ય સંબંધીઓને મોકલ્યો હતો.
આ મુદ્દે પીડિતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને ટૂંક સમયમાં જ બંને આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મેળવી હતી.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. સમાજમાં અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓના નામે થતા ગુનાઓ પ્રત્યે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે, હાલમાં જ ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી સૂચિત કાયદની જોગવાઈઓ સાથેનું વિધેયક કર્યું હતું. "ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024" રજૂ કરવામાં આવ્યું હતું.
જાણો કાયદામાં કેવી છે જોગવાઈ
જો કે, સૂચિત કાયદામાં ધાર્મિક વિધિ અને પરંપરાને છૂટ આપવામાં આવી છે. કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર - પસાર કરવો ગુનો ગણાશે. આ ઉપરાંત ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે. કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકશાન થાય છે તેનો પ્રચાર કરવો પણ ગુનો ગણાશે. સાપ, વીંછી કે શ્વાનના કરડવા અંગે દવાખાને લાઇજવતા રોકવા અને દોરા, ધાગા કે મંત્રો કરવા તે ગુનો ગણાશે.
- "ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024" તૈયાર
- ધાર્મિક વિધિ અને પરંપરાને કાયદાથી છૂટ આપવામાં આવી
- કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર - પસાર કરવો ગુનો ગણાશે
- ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે
- કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકશાન થાય છે તેનો પ્રચાર કરવો પણ ગુનો ગણાશે
- સાપ, વીંછી કે શ્વાનના કરડવા અંગે દવાખાને લાઇજવતા રોકવા અને દોરા, ધાગા કે મંત્રો કરવા તે ગુનો ગણાશે
- ભૂત કે ડાકણ મંત્રોથી બોલાવી અન્યને ભયમાં મૂકવા તે બાબત પણ ગુનો બનશે
- ભૂત - ડાકણને બોલાવી અન્યોને શારીરિક ઇજા પહોંચાડવી પણ ગુનો બનશે
- ગર્ભ ધારણ કરવા અસમર્થ સ્ત્રી સાથે અલૌકિક શક્તિથી માતૃત્વ આપવાના બહાને જાતીય સંબંધ બાંધવો ગુનો ગણાશે
- આંગળી દ્વારા શસ્ત્ર ક્રિયા કરવી કે તેમ કરવાનો દાવો કરવો પણ ગુનો ગણાશે
- આવો ગુનો કરનાર વ્યક્તિને 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજા થાય તેવી સૂચિત કાયદામાં જોગવાઈ
- ગુનેગારને રૂ. 5 હજારથી 50 હજારનો આર્થિક દંડ કરવાની પણ સૂચિત કાયદામાં જોગવાઈ
આ પણ વાંચોઃ