Gujarat Election : સુરતમાં નરેશ પટેલ સાથે AAPના કયા દિગ્ગજ નેતા જોવા મળ્યા?
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ગઈ કાલે સુરતના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમયે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ તેમની સાથે જોવા મળ્યા હતા.
Gujarat Election : ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ગઈ કાલે સુરતના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમયે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ તેમની સાથે જોવા મળ્યા હતા. આ કાર્યક્રમની વાત કરીએ તો સુરત ખાતે પાસ કન્વીનર અને પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા દ્વારા નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખોડલધામના ઉપક્રમે આયોજિત આ નવરાત્રી ગરબામાં નરેશ પટેલ હાજર રહ્યા હતા. આ સમયે ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા.
Gujarat Election : 'ઇલેક્શન બાદ ખ્યાલ આવી જશે કોની સાથે છું', પાટીદાર આગેવાન નરેશ પટેલનું મોટું નિવેદન
Gujarat Election : ખોડલધામના વડા નરેશ પટેલ સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સમર્થનને લઈને મોટું નિવેદન આપ્યું છે. સુરત ખાતે ખોડલધામ આયોજિત નવરાત્રીમાં ઉપસ્થિત રહ્યા હતા. નરેશ પટેલે રાજકીય પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું હતું. નરેશ પટેલે કહ્યું હજી ઇલેક્શન જાહેર થયું નથી. જોકે, નરેશ પટેલ કોની સાથે રહેશે તેના જવાબમાં કહ્યું ઇલેક્શન બાદ ખ્યાલ આવી જશે કોની સાથે છું.
Kejriwal Gujarat Visit : આજે કેજરીવાલ-માન આવશે ગુજરાત, આજે ક્યાં ક્યાં ગજવશે સભા?
અમદાવાદઃ દિલ્હી અને પંજાબ મુખ્યમંત્રી આજે કરછમાં સભા ગજવવાના છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે ગાંધીધામના પ્રવાસે છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બપોરે ૧ વાગે ગાંધીધામમાં સભા ગજવશે.
આમ આદમી પાર્ટીના નેતાઓ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, ભગવંત માન અને રાઘવ ચઢ્ઢા ગુજરાત આવશે. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કચ્છ ખાતે એક જનસભાને સંબોધિત કરશે. તેમજ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન જૂનાગઢ ખાતે જનસભાને સંબોધિત કરશે.
આવતી કાલે 2જી તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સુરેન્દ્રનગરમાં જનસભા સંબોધાશે. 2જી તારીખે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ખેડબ્રહ્મા ખાતે જાહેર સભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નેતા-કાર્યકર્તાઓ સાથે મીટીંગ કરશે. મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડા અમદાવાદ ખાતે કેટલીક મહત્વપૂર્ણ મુલાકાતો તથા મીટીંગ કરશે.
દાહોદમાં પંચાયત સભ્ય યુવતીને માતા-પિતા સામાન્ય સભામાંથી જ ઉઠાવી ગયા, કારણ જાણીને ચોંકી જશો
દાહોદઃ ગરબાડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આવેલી દીકરીને માતા પિતા ઊંચકી લઈ જતા ખડભડાટ મચી ગયો છે. નિમચ ગામના યુવક સાથે પ્રેમ થતાં તેની સાથે જતી રહી હતી. યુવતી અપક્ષ તરીકે વિજેતા થઈ હતી. પ્રેમ લગ્નનો માતા-પિતાને વિરોધ હતો. ગરબાડા સામાન્ય સભામા આવતા tdoની કચેરીમાંથી માતા-પિતા યુવતીને ઉઠાવી લઈ ગયા હતા. ઘટનાને લઈ વિસ્તારમા ખડભડાટ મચી હતી.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, શુક્રવારે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગરબાડા આવેલી દીકરીને માતા-પિતા તાલુકા પંચાયતના પરિસરમાંથી જ ઊંચકીને લઇ જતાં ખળભળાટ મચી ગયો. ઘટના પગલે પોલીસ પણ તાલુકા પંચાયત દોડી આવી હતી.પંચાયતની સભ્ય યુવતી 8 મહિના પહેલાં નીમચ ગામના યુવક સાથે પ્રેમ લગ્ન કરવા ઘરેથી જતી રહી હતી. જોકે, દીકરી પુખ્તવયની હોવાથી પરિવાર કંઇ કરી શકે તેમ ન હતો.
દરમિયાન શુક્રવારે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં દીકરી આવતાં જ માતા-પિતા ઉઠાવીને લઈ ગયા હતા. યુવતી જે યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા છે તેના અગાઉ ત્રણ લગ્ન થઈ ચૂક્યા છે અને ત્રણેય પત્નીઓ જોડેથી છૂટાછેડા પણ થઈ ગયા છે. યુવક પાસે તેની પ્રથમ પત્નીનું એક બાળક હોવાનું જાણવા મળ્યું છે.