Surat: સુરતમાં સીટી બસે ટક્કર મારતા જૈન સાધ્વીનું ઘટના સ્થળે જ મોત
સુરત: ડાયમંડ નગરી સુરતમાં સીટી બસનો કહેર યથાવત છે. સીટી બસના કારણે અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે. આજે ફરી સીટી બસે જૈન સાધ્વીને અડફેટે લીધા છે. સીટી બસે ટક્કર મારતા જૈન સાધ્વીનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું છે.
સુરત: ડાયમંડ નગરી સુરતમાં સીટી બસનો કહેર યથાવત છે. સીટી બસના કારણે અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે. આજે ફરી સીટી બસે જૈન સાધ્વીને અડફેટે લીધા છે. સીટી બસે ટક્કર મારતા જૈન સાધ્વીનું ઘટનાં સ્થળે જ મોત નિપજ્યું છે. ગુરુના અંતિમ દર્શન માટે નીકળેલા સાધ્વીનું સીટી બસ અકસ્માતમાં મોત નિપજતા ચકચાર મચી છે. મકાઈપુલ ખાતે સીટી બસે જૈન સાધ્વીનો ભોગ લીધો છે. અકસ્માતને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
ડો.દર્શિતા શાહે ડેપ્યુટી મેયર પદેથી કેમ આપ્યું રાજીનામું ?
ડો.દર્શિતા શાહે રાજકોટના ડેપ્યુટી મેયર પદેથી રાજીનામું આપ્યું છે. જોકે તેઓ કોર્પોરેટર પદે યથાવત્ રહેશે. ધારાસભ્ય બન્યા બાદ પક્ષના આદેશથી ડેપ્યુટી મેયર પદેથી તેમણે રાજીનામું આપ્યું છે.
કોણ છે દર્શિતા શાહ
ડો.દર્શિતા શાહ રાજકોટ પશ્ચિમ બેઠકથી ભાજપના ધારાસભ્ય છે. તેમના દાદા અને પપ્પા સંઘના પાયાના પથ્થર હતા. જેના સંસ્કારોનું સિંચન પરંપરા અને પ્રતિષ્ઠા જાળવી રાખનાર મનપાના ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ ડોક્ટર છે. ડો. દર્શિતા શાહના દાદા ડો.પી.વી. દોશી સૌરાષ્ટ્રમાં પપ્પાજીના નામથી ઓળખાતા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રાંત સંઘચાલક હતા. ગુજરાતમાં સંઘના પાયાના પથ્થર તરીકે તેમની ગણના થાય છે. જ્યારે ડો.દર્શિતા શાહના પિતા ડો.પ્રફુલભાઈ દોશી પણ સંઘમાં સાથે જોડાયેલા હતા. નરેન્દ્ર મોદી સાથે તેમનો પારિવારિક સંબંધ હતો. દાદા અને પિતાના સંઘ સાથેના સંબંધોએ જ ડો.દર્શિતા શાહને ટિકિટ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય
ગુજરાતમાં ડિસેમ્બર 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ભાજપે 156 સીટો જીતીને ઈતિહાસ રચ્યો હતો. કોંગ્રેસને 17, આપને 5 તથા અન્યને 4 બેઠક મળી હતી.
હાર્દિક પટેલે દેશી કપાસની ખેતી કરતાં ખેડૂતોને લઈ કૃષિ મંત્રીને શું લખ્યો પત્ર ?
ગુજરાતમાં કપાસની ખેતી કરતાં ખેડૂતોની હાલત કફોડી છે. જેને લઈ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેણે દેશી કપાસને લઘુત્તમ ટેકાના ભાવમાં સમાવવા રજૂઆત કરી છે. પત્રમાં દેશી કપાસની ખરીદી સમયે વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું હોવાની ફરિયાદ કરી છે.