શોધખોળ કરો
Advertisement
સુરતઃ 20 વર્ષના યુવકે 26 વર્ષની યુવતીનો હાથ પકડીને મોબાઈલમાં પોર્ન વીડિયો બતાવ્યો અને પછી.....
સલમાને યુવતીનો હાથ પકડી લીધો હતો. યુવતીએ હાથ છોડાવતા યુવકે મોબાઈલ ફોનમાં પોર્ન વિડીયો ચાલુ કરીને બતાવ્યો હતો.
સુરતઃ સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીત યુવતીનો હાથ પકડીને 20 વર્ષના યુવકે પોર્ન વીડિયો ચાલુ કરી દીધો હતો. યુવકે યુવતીને પોતાની સાથે શારીરિક સંબંધો બંધવાની માગણી કરતાં યુવતીએ બૂમાબૂમ કરતાં દોડી આવેલા તેના પતિ અને અન્યોએ યુવકને પકડી લાલગેટ પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ચોકબજાર સિંધીવાડ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતી બુધવારે સવારે આઠ વાગ્યે પતિ સાથે રાણીતળાવ મેઈન રોડ સ્થિત અસલમ ટ્રેડર્સમાં કરીયાણાની ખરીદી માટે ગઈ હતી. તેનો પતિ દુકાનમાં ગયો હતો અને તે દુકાનની બહાર ઉભી હતી ત્યારે તેનો છેલ્લા સાત માસથી મોટરસાયકલ પર પીછો કરતો સલમાન નામનો યુવક આવી ગયો હતો.
સલમાને યુવતીનો હાથ પકડી લીધો હતો. યુવતીએ હાથ છોડાવતા યુવકે મોબાઈલ ફોનમાં પોર્ન વિડીયો ચાલુ કરીને બતાવ્યો હતો. તેણે ધમકી આપી હતી કે, મારી સાથે શારીરિક સંબંધ નહીં બાંધે તો તને તેમજ તારા પતિને મારી નાખીશ. જો કોઈને કહેશે તો પણ મારી નાખીશ. તેણે પોર્ન વીડિયો ચાલુ રાખીને ગંદી હરકતો કરવા માંડતાં યુવતીએ બૂમો પાડતાં દુકાનમાંથી તેનો પતિ અને અન્યો દોડી આવ્યા હતા અને યુવકને ઝડપી પાડી 100 નંબર પર ફોન કરતા ત્યાં આવેલી લાલગેટ પોલીસને સોંપ્યો હતો. પોલીસની પુછપરછમાં યુવકની ઓળખ વરીયાવી બજાર ભરીમાતા રોડ પરના મહેક એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 511 માં રહેતા 20 વર્ષીય સલમાન કાદર શેખ તરીકે થઈ હતી. લાલગેટ પોલીસે યુવકની ફરિયાદના આધારે સલમાન સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion