શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
MLAના બોર્ડવાળી ગાડી લઈને નીકળેલા મંત્રીના પુત્રને પોલીસે તતડાવ્યો? જાણો
સુરતમાં મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા પોલીસકર્મી સુનિતા યાદવના વિવાદના વીડિયોમાં ખાખી અને ખાદીમો રૌફ જોવા મળ્યો હતો.
સુરતમાં મંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા પોલીસકર્મી સુનિતા યાદવના વિવાદના વીડિયોમાં ખાખી અને ખાદીમો રૌફ જોવા મળ્યો હતો. કુમાર કાનાણીના પુત્ર કર્ફ્યુ તોડનાર મિત્રના બચાવમાં ઉતર્યાં હોય તેવું પણ વીડિયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે.
પોલીસકર્મી સુનિતા યાદવ મંત્રી કુમાર કાનાણીને ફોન પર ખખડાવતી હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. MLAના બોર્ડ વાળીગાડી લઈને કાનાણીના પુત્ર પ્રકાશને કર્ફ્યુનો નિયમ સમજાવવાના નામે સુનિતાએ તતડાવ્યો.
કર્ફ્યુનો નિયમ તોડીને મિત્રને બચાવવા જનાર પ્રકાશ કાનાણીને મંત્રી કુમાર કાનાણીએ ટેલિફોન પર બચાવ કર્યો હોય તેવા ટેલિફોનિક વાતચીતમાં જોવા મળી રહ્યું છે. જેને લઈ નેતાજીના પ્રયાસની પણ ચારેકોર ટીકા થઈ રહી છે તો વર્દીનો રૌફ જમાવવાને લઈ સુનિતા યાદવની ટીકા થઈ રહી છે.
દીકરો કર્ફ્યુ તોડનારના બચાવમાં ઉતર્યો હોવા છતાં કુમાર કાનાણીએ મીડિયા સામે અન્ય કારણ બતાવ્યું. દીકરાની સાસરીમાં કોરોનાનું સંક્રમણ હોવાની વાત કરી પરંતું તેમનો પુત્ર ગાડી લઈને મિત્રને બચાવવા ગયો હોવાનો વીડિયોમાં કેદ થયો છે.
કુમાર કાનાણીના પુત્રએ કર્ફ્યુનો ભંગ કરતાં મંત્રીએ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી પરંતુ મહિલા પોલીસકર્મી રૌફ જમાવતી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion