Surat : મુંબઈની યુવતી સાથે યુવક પરાણે વારંવાર માણતો શરીરસુખ, યુવતીએ સંબંધ રાખવા ઇનકાર કર્યો તો...
આરોપી યુવક ડીજેનું કામ કરતો હતો, ત્યારે તે મુંબઈની એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. આ યુવતી સાથે યુવકે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ આ સમયનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો.
સુરતઃ મુંબઈની યુવતી સાથે વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધી યુવકે તેના અશ્લીલ વીડિયો વાયરલ કરી દેતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપી યુવકને ઝડપીને જેલ હવાલે કરી દીધો છે. પોલીસથી બચવા માટે યુવક ડીજેનો ધંધો છોડી કંડક્ટર બની ગયો હતો.
આ અંગેની વિગતો એવી છે કે, આરોપી યુવક ડીજેનું કામ કરતો હતો, ત્યારે તે મુંબઈની એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. આ યુવતી સાથે યુવકે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ આ સમયનો અશ્લીલ વીડિયો પણ બનાવી લીધો હતો.
આ પછી તો યુવકે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને તેને ઇચ્છા થાય ત્યારે યુવતી સાથે પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. યુવતી શારીરિક સંબંધ બાંધવા ઇનકાર કરે તો યુવક વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. યુવકથી કંટાળી યુવતી સંબંધ રાખવા ઇનકાર કરી દેતા યુવકે અશ્લીલ વીડિયો વાયરલ કરી દીધો હતો.
આમ, સમાજમાં બદનામી થતાં યુવતીએ આરોપી સામે ફરિયાદ કરતાં સુરત SOG પોલીસે આરોપી સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ આરોપીએ પોલીસથી બચવા DJ નો ધંધો બદલી બસ કંડક્ટર બની અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો. ત્યારે પોલીસે સુરત બસ સ્ટોપ પરથી ઝડપી લઈ મુંબઈ પોલીસના હવાલે કર્યો હતો.
Surat : બિલ્ડરે યુવતીને અલગ અલગ હોટલમાં લઈ જઈને વારંવાર માણ્યું શરીરસુખ, ને પછી તો...