શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Surat: સુરત કોર્ટની બહાર હત્યાના આરોપીની છરીના ઘા ઝીંકી હત્યાથી ખળભળાટ

સુરત કોર્ટની બહાર હત્યાના આરોપીની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.  સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ઘટના બની છે.  

સુરત: સુરત કોર્ટની બહાર હત્યાના આરોપીની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.  સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ઘટના બની છે.  કોર્ટ પરિસરની માત્ર 100 મીટરના અંતરે હત્યા થઈ છે.  સૂરજ યાદવ નામના શખ્સની હત્યા કરવામાં આવી છે.  સૂરજ યાદવ બાઈક ઉપર જતો હતો ત્યારે તેને આંતરીને  અજાણ્યા બે શખ્સોએ હુમલો કર્યો હતો. છરીના 15થી વધુ ઘા ઝીંકી  હત્યા કરવામાં આવી છે.  સૂરજ યાદવને હાલ સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.  

સુરતના સચિન વિસ્તારમાં રહેતો સુરજ યાદવ આજે કોર્ટમાં તારીખ માટે આવ્યો હતો. ત્યારે સુરજ યાદવની કોર્ટ પરિસરના 100 મીટરના અંતરમાં જ જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા બે યુવકો દ્વારા હુમલો કરાતા કોર્ટની બહાર જ સૂરજ યાદવ લોહી લુહાણ થઈ ગયો હતો. હુમલો કરી ફરાર થઈ ગયા બાદ ગંભીર રીતે ઘાયલ યુવકને સ્થાનિક લોકો દ્વારા 108 બોલાવી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ ઘટના અંગે જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં

આ ઘટના અંગે જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પીઆઇ એસીપી ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કર્યા બાદ ડીસીપી સાગર બાગમારે જણાવ્યું હતું કે  કોર્ટ પરીસરની બહાર બે અજાણ્યા યુવકો મોપેડ પર આવીને તીક્ષણ હથિયાર વડે સુરજ યાદવ નામના યુવક પર હુમલો કર્યો જેમાં તેની હત્યા કરવામાં આવી છે. સુરજ યાદવ હત્યાના આરોપમાં આજે કોર્ટમાં તારીખ હતી તે માટે આવ્યો હતો. અજાણ્યા બે યુવકો હત્યા કરીને ફરાર થઈ ગયા છે. આ બંને યુવકો કોણ છે અને શા માટે તેની હત્યા કરી તેને લઇ તેમને પકડવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવીને કામે લગાવવામાં આવી છે. સીસીટીવી ફૂટેજ સહિત તપાસ કરવામાં આવી રહી છે. હત્યા કરનાર બંનેને પકડવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Heart Attack: સુરતમાં યુવકનું હાર્ટ એટેકના કારણે ઉંઘમાં જ મોત, જાણો વિગત

યુવાનોમાં હાર્ટ એટેકેના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સુરતના સચિન ખાતેના સુડા સેક્ટરમાં રાત્રે સુતેલા યુવકનું હાર્ટ એટેકના કારણે ઊંઘમાં મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે મૃતક યુવકનું પોસ્ટ મોર્ટમ કરાયા બાદ પ્રાથમિક તબક્કે હાર્ટ એટેકની શક્યતા વ્યક્ત કરાઈ છે.

મૂળ બિહારના મધુવનીનો વતની વિજય શર્મા (ઉ.વ.25) હમવતની સાથે સચિન ખાતેના સુડા સેક્ટર રહેતો હતો અને મજૂરી કામ કરી વતનમાં રહેતા પરિવારને મદદરૂપ થતો હતો. બુધવારે રાત્રે રૂમમાં સુતેલો વિજય ગુરુવારે સવારે ઊંઘમાંથી ઉઠ્યો જ નહોતો. જેથી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે કરેલી તપાસ દરમ્યાન વિજય મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ મૃતહેદ પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. મૃતકની સંબંધીએ પણ હાર્ટએકથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

મૃતકને બે ભાઈઓ પણ છે અને માતા-પિતા વતન ખાતે ખેતી કામ કરે છે. પોસ્ટ મોર્ટમ કરનારા તબીબે હાર્ટએટેકની શક્યતા વ્યક્ત કરી હતી. જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

સુરતમાં હાર્ટ એટેકથી 28 વર્ષીય યુવકનું મોત

સુરતના હજીરામાં 28 વર્ષીય યુવકને હાર્ટ અટેક આવતા મોત થયું હતું. 28 વર્ષીય રાહુલ સિંગ હજીરા ખાતે રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો હતો. ઘરમાં અચાનક તબિયત લથડતા મિત્રોને ફોન કર્યો હતો. જે બાદ મિત્રો સ્થળે દોડી આવ્યા અને 108ને જાણ કરાઈ હતી. તો 108ના કર્મચારીએ યુવકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા હજીરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકનો મૃતદેહ પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ યુવકનું મોતનું કારણ સ્પષ્ટ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Embed widget