Surat: વડાપ્રધાન મોદીએ કહ્યુ- સુરતથી કાશીની સીધી એક ટ્રેન શરૂ કરાશે
વડાપ્રધાન મોદીએ સુરતના નાગરિકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી
વડાપ્રધાન મોદીએ સુરતના નાગરિકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે સુરત આવીએ અને સુરતી ભોજન લીધા વિના જવુ પડે તે થોડુ મુશ્કેલ લાગે છે. નવરાત્રીના પાવન પર્વ પર ગુજરાતમાં આવવું મારા માટે સૌભાગ્યપૂર્ણ છે. વિકાસ સાથે જોડાયેલ અનેક પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરાયુ છે. ઘણી યોજનાઓ સામાન્ય અને વેપારીઓ માટે લાભકારી છે. સુરત શહેરમાં આગળ વધવાના સપના સાકાર થાય છે. વિકસિત ભારતના નિર્માણ માટે સુરતનો જુસ્સો સૌથી મહત્વનો છે.
સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે હીરા અને કપડા કારોબારમાં સુરતે દેશના અનેક લોકોને રોજગારી આપી છે. ડાયમંડ ટ્રેડિંગ હબ તરીકે દુનિયાભરમાં સુરત વિકસીત છે. પાવરલુમ મેગાકસ્ટરની સ્વીકૃતિ અપાતા સુરત આસપાસની સમસ્યા દૂર થશે.
व्यापार, कारोबार में logistics का कितना महत्व होता है, ये सूरत वाले अच्छे से जानते हैं।#NewLogisticsPolicy से सूरत को बहुत लाभ होने वाला है।
— BJP Gujarat (@BJP4Gujarat) September 29, 2022
मल्टी मॉडल कनेक्टिवटी के लिए भी सूरत में एक बड़ी योजना पर काम शुरू हो चुका है।
- पीएम @narendramodi #વિકાસનો_વિશ્વાસ
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે તાપી કિનારે બેસીને ભોજન કરવું તે સુરતીઓનો મિજાજ છે. ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સુરતને વધુ વિકસીત કરી રહ્યા છે. સુરતના વિકાસ માટે ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલને ખૂબ ખૂબ અભિનંદન. નરેન્દ્ર મોદીએ ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલની પ્રશંસા કરી હતી.
एयरपोर्ट से शहर को जोड़ने वाली सड़क जो बनी है, वो सूरत की संस्कृति, समृद्धि और आधुनिकता को दर्शाती है।
— BJP Gujarat (@BJP4Gujarat) September 29, 2022
लेकिन यहां अनेक साथी ऐसे हैं जिन्होंने एयरपोर्ट के लिए भी हमारे लंबे संघर्ष को देखा है, उसका हिस्सा भी रहे हैं।
- पीएम @narendramodi #વિકાસનો_વિશ્વાસ pic.twitter.com/nmKqjiDhY6
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સુરત એક એવું શહેર છે જ્યાં એરપોર્ટ માટે સંઘર્ષ થયો હતો. સુરતને એરપોર્ટ આપવા અગાઉની સરકારને અમે અનેક રજૂઆતો કરી હતી. ડબલ એન્જિનની સરકાર આવતા જ વિકાસના પ્રોજેક્ટને તરત મંજૂરી મળે છે. નવી રાષ્ટ્રીય લોજિસ્ટિક પોલિસીથી સુરતને ખૂબ ફાયદો થશે. ઘોઘા-હજીરા રોરો ફેરીથી સુરત અને સૌરાષ્ટ્ર દરિયાઇ માર્ગે જોડાયા. રો-રો ફેરીથી સૌરાષ્ટ્રથી આવતા લોકોથી સુરતને ઘણો ફાયદો થશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સુરતે અનેક મહામારી અને પૂરની વિપદાને પાર કરી વિકાસ કર્યો છે. દુનિયા સૌથી ઝડપી વિકસિત થઇ રહેલા શહેરોમાં સુરત અગ્રીમ પંક્તિમાં છે. છેલ્લા બે દાયકામાં સુરતે અન્ય શહેરોની તુલનામાં વધુ ગતિથી પ્રગતિ કરી છે. બે દાયકામાં સુરતમાં ગટર વ્યવસ્થાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા થઇ છે. ડબલ એન્જિનનની સરકાર બનતા સુરતની સરકારની આવાસ યોજનાઓમાં પણ ગતિ આવી છે.
દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગળ વધારવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. વડાપ્રધાન જ્યારે ગુજરાત આવે ત્યારે વિકાસની અનેક ભેટો આપે છે. વડાપ્રધાન નવરાત્રીમાં પધાર્યા છે પણ સુરતમાં દિવાળી જેવો માહોલ છે. પીએમના માર્ગદર્શનમાં ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે. 2023 સુધીમાં સુરતમાં જાહેર પરિવહનમાં 80 ટકા ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ શરૂ થઇ જશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સુરતથી કાશી સુધીની માલસામાન લઇ જનારી ટ્રેન શરૂ કરાશે. સુરત નીતનવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું તે સિલ્ક સિટી, ડાયમંડ સિટી બાદ હવે ઇલેક્ટ્રિક સિટી તરીકે ઓળખાશે. આવનારા સમયમાં સુરતમાં વિકાસની ગતિમાં ઝડપી બનશે. સુરત વાસીઓનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.