Gujarat Rain Update: સુરત જિલ્લામાં ગાજવીજ સાથે ફરી વરસાદ શરુ, કોસંબામાં કરા પડ્યા
Gujarat Rain Update: સુરત જિલ્લામાં ગાજવીજ સાથે ફરી વરસાદ શરુ થયો છે. ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. માંગરોળ તાલુકાના કોસંબા વિસ્તારમાં બરફના કરા પડ્યા છે.
Gujarat Rain Update: સુરત જિલ્લામાં ગાજવીજ સાથે ફરી વરસાદ શરુ થયો છે. ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે. માંગરોળ તાલુકાના કોસંબા વિસ્તારમાં બરફના કરા પડ્યા છે. એકાએક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ શરુ થયો હતો. ઉમરપાડાના ઝંખવાવ, રેતા વિસ્તારમાં વરસાદ પડતા ઠંટક પ્રસરી છે. જ્યારે માંગરોળના કોસંબા, તરસાડી, કુવારડા સહિતના વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યો છે.
વડોદરાના કરજણના પશ્ચિમ વિસ્તારના બોડાકા, કંબોલા, સાપા, કરમડી, માંગરોલ, કણભા, ચોરભુજ સહિતના ગામડાઓમાં ગઈકાલે પવન, કરા સાથે પડેલા વરસાદને લઇ ખેડૂતોના ખેતીપાકને પારાવાર નુકસાન થયું છે. એરંડા, તુવેર, ઘઉં સહિતના ખેતીપાકોને નુકસાન થયું છે. તૈયાર થયેલા એરંડાનો પાકને ભારે નુકસાન થયું છે.
કમોસમી વરસાદના કારણે મરચું, ધાણા અને જીરુંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. મસાલાના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલમાં મસાલા ભરવા માટેની સિઝન છે. ગૃહિણીઓ દ્વારા બાર મહિનાનો મસાલો લેવા આવે છે. ત્યારે જમસાલાના ભાવમાં 35 થી 40% જેટલો વધારો થયો છે. એક બાજુ દરેક વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. મસાલાના ભાવ પણ આસમાને પહોંચતા ગૃહિણીઓની અને મધ્યમ વર્ગના લોકોને મુશ્કેલીઓ વધી છે.