શોધખોળ કરો
Advertisement
સુરતમાં કોરોનાનો ચિંતાજનક વધારો, આજે નવા 132 કેસ નોંધાયા
સુરતમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 132 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સુરત: ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 132 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા રવિવારે 176 કેસ નોંધાયા હતા. સુરતમાં કોરોના સંક્રમણના કારણે વધુ 5 દર્દીઓના મોત થયા છે.
સુરતમાં સારવાર બાદ રિકવર થતાં વધુ 63 દર્દીને રજા અપાતા કુલ બે હજાર 384 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. સંક્રમણના કારણે અત્યાર સુધીમાં 128 લોકોને કોરોના ભરખી ગયો છે.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 563 નવા કેસ નોંધાયા છે. સુરતમાં આજે નવા 132 કેસ નોંધાયા છે. સુરતમાં આજે કોરોનાના કારણે 5 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે 560 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. સુરતમાં 63 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે.
રાજ્યમાં કોરોના સંક્રમિતનો આંક 27880 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 1685 થયો છે. આજ સુધીમાં કુલ 19917 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement