Surat : બિઝનેસમેને ફાર્મમાં પોતાની જ રિવોલ્વરથી ગોળી મારી કરી લીધી આત્મહત્યા
સુરત કતારગામના બિઝનેસમેન આત્મહત્યા કરી છે. પોતાની રિવોલ્વરથી ગળાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી છે. કતારગામથી વહેલી સવારે પલસાણાના બલેશ્વર ખાતે પોતાના ફાર્મ આવ્યા હતા.
સુરતઃ પલસાણાના બલેશ્વર ગામે બિઝનેસમેને પોતાની જ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. સુરત કતારગામના બિઝનેસમેન આત્મહત્યા કરી છે. પોતાની રિવોલ્વરથી ગળાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી છે. કતારગામથી વહેલી સવારે પલસાણાના બલેશ્વર ખાતે પોતાના ફાર્મ આવ્યા હતા.
કર્મચારીને નાસ્તો લેવાં મોકલી આ પગલું ભરી લીધું હતું. સ્થાનિકોએ હોસ્પિટલ ખસેડ્યા જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. પલસાણા પોલીસે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતઃ શહેરના કોફી શોપમાં બેભાન મળેલી કોલેજીયન વિદ્યાર્થિનીનું મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારે વિધર્મી વિદ્યાર્થી પર ઝેર આપી મારી નાંખ્યાનો આક્ષેપ લગાવ્યો છે. બેભાન વિદ્યાર્થીઓને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયાં હતાં, જ્યાં વિદ્યાર્થિનીને મૃત જાહેર કરાઈ હતી. કોફી શોપમાં બે કલાક બાદ તપાસ કરતાં બન્ને કોલેજીયન બેભાન મળ્યાં હતાં. બીએડની વિદ્યાર્થિનીના મોતને લઈને પરિવારે આરોપ મુકતા પોલીસે તપાસ આદરી છે.
સુરતના વેસુના એક કોફી શોપમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવતા સિવિલ લવાયા હતા. જ્યાં વિદ્યાર્થીનિને મૃત જાહેર કરાતા સાથી વિદ્યાર્થીઓ સારવાર અધુરી છોડી નાસી ગયો હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવતી બીએડની વિદ્યાર્થિની હોવાનું સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. ઓડિશાવાસી પરિવારની એક ની એક દીકરીને વિધર્મી યુવકે ઝેર આપી મારી નાખી હોવાનો પરિવારે આક્ષેપ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે.