સુરતઃ પતિ સાથે પત્ની સૂતી હતી ત્યારે જ પ્રેમીએ શરીર સુખ માણવા મેસેજ કર્યો, પત્ની ઉઠીને ગઇ ને પછી.........
સુરત શહેરમાં એક ચકચારી ઘટના સામે આવી છે, અહીં એક પત્નીને પોતાના જ પતિએ મોતને ઘાટ ઉતારી દીધી છે. આ હત્યાની ઘટના પત્નીના તેના પ્રેમી સાથેના અનૈતિક સંબંધોના કારણે ઘટી છે.
સુરતઃ સુરત શહેરમાં એક ચકચારી ઘટના સામે આવી છે, અહીં એક પતિએ પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ હત્યાની ઘટના પત્નીના તેના પ્રેમી સાથેના અનૈતિક સંબંધોના કારણે ઘટી છે. સુરત શહેરના સરથાણા (Sarthana) વિસ્તારમાં આવેલ લસકાના ખાતે પતિ પત્ની અને વો (wife affair)ની ઘટનામાં એક યુવાને જીવ ગુમાવાનો વારો આવ્યો છે.
પોલીસ ફરિયાદની માહિતી પ્રમાણે, સુરત શહેરમાં નેપાળી યુવક પોતાની પત્ની સાથે રહેતો હતો, નેપાળ યુવકનું મૂળ નામ દિનેશ ચૌધરી હતુ, તે પોતાની પત્ની સાથે લસકાના ખાતે આવેલ રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શીવમ ફેશનના ખાતામાં કામ કરી પત્ની અનિતા સાથે રહેતો હતો. આ નેપાળી યુવકની પત્ની જેનુ નામ અનીતા છે, તેના ત્યાં નજીક આવેલા એક કારખાનામાં નોકરી કરતા મૂળ બિહારના મોહંમદ અફરીદી શેખ સાથે આડા સંબધો હતા. બન્ને વચ્ચે પ્રેમ સંબંધો બંધાઇ ગયા હતા, અને અવારનવાર બન્ને શરીર સુખ પણ માણતા હતા.
હવે ગઇ સવારે અનીતા પતિ સાથે સૂતી હતી તે વખતે મોહંમદ અફરીદીએ અનીતાને મેસેજ કરી મળવા માટે ઘરની નીચેના માળે બોલાવી હતી. આથી અનીતા મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી. બીજી તરફ અનીતાનો પતિ જાગી જતા તેણે આજુબાજુ પત્નીને શોધીખોળ કરી હતી, જોકે, કે મળી ન હતી. બાદમાં પતિએ શોધખોળ દરમિયાન તેની પત્નીને નીચના એક રૂમમાં તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હતી. બન્ને શરીર સુખ માણી રહ્યાં હતા, આ દરમિયાન નેપાળી યુવાનને ગુસ્સો આવ્યો અને તેને પત્નીના પ્રેમી અફરીદીને તિક્ષ્ય હથિયારના પર ઘા ઝીંકી દીધા હતા. પત્નીના પ્રેમીને માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
આ ઘટનાને પગલા બાદમાં મૃત્યુ પામનારા યુવકના ભાઇએ પોલીસને જાણ કરી હતી, પોલીસે ઘટના સ્થળે આવીને આ મામલે ગુનો દાખલ કરી પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિ દિનેશ ચૌધરી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો........
RBI Tokenization Rule: ઑનલાઈન બેંકિંગ ફ્રોડ રોકવા RBI એ ઉઠાવ્યું આ પગલું, જાણો શું છે નિયમ
Shrawan 2022 Mantra: શિવજીના 5 ચમત્કારી મંત્ર, શ્રાવણમાં આ મંત્રોના જાપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ
India Covid-19 Update: ભારતમાં કોરોના કાબુમાં હોવા છતાં જુલાઈ મહિનામાં નોંધાયા 5.35 લાખથી વધુ કેસ