શોધખોળ કરો

Surat: ઓડી ચાલકે મોપેડ પર જતી મહિલાને અડફેટે લેતાં મોત, કાર મુકી ફરાર થયો ચાલક

Surat News: અકસ્માત સર્જનારી કાર અમદાવાદ પાસિંગની છે. પોલીસે કાર કોની માલિકીની છે અને સુરત કેમ આવ્યા હતા તેની તપાસ શરૂ કરી હતી.

Surat News: સુરતના અડાજણના LP સવાણી રોડ પર માર્ગ અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું છે. મોપેડ પર મહિલા જઈ રહ્યા હતી ત્યારે ઓડી કારના ચાલકે મહિલાને અડફેટે લેતા ગંભીર ઈજા થતા સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું. અકસ્માત બાદ ડી કારનો ચાલક વાહન રેઢુ મૂકી પલાયન થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઓડી કારનો નંબર જીજે-01-આરડબલ્યુ-2665 છે, એટલેકે અકસ્માત સર્જનારી કાર અમદાવાદ પાસિંગની છે. પોલીસે કાર કોની માલિકીની છે અને સુરત કેમ આવ્યા હતા તેની તપાસ શરૂ કરી હતી.

પત્નીએ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયો પતિ, ચારિત્ર્ય પર શંકા રાખી પત્નીના ગળાના ભાગે મારી બ્લેડ

સુરતના રાંદેર વિસ્તારમાં શંકાશીલ પતિ વિરુદ્ધ પત્નીની હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. મળતી જાણકારી અનુસાર, સુરતના રાંદેર વિસ્તારમાં એક પતિએ પત્નીની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેની સાથે ઝઘડો કરતો હતો. બેકાર પતિએ પત્ની પાસે રૂપિયાની માંગણી કરતા પત્નીએ રૂપિયા આપવાની ના પાડી હતી. જેથી પતિ ઉશ્કેરાયો અને પત્નીનું મોઢું દબાવી ગળાના ભાગે બ્લેડના ઘા મારી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને ગળાના ભાગે 10થી વધુ ટાંકા આવ્યા હતા. રાંદેર પોલીસે પતિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

માતા સાથે રોડ ક્રોસ કરતા સાત વર્ષના બાળકને સ્કૂલ બસે મારી ટક્કર

સુરતના પાલ વિસ્તારમાં સ્કૂલ બસની અડફેટે એક સાત વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. માતા સાથે બાળક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ કન્ટ્રી સાઈડ ઈન્ટરનેશનલ સ્કૂલ બસે ટક્કર મારી હતી. જેમાં સાત વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

સૂર્યનગરી એક્સપ્રેસમાં ફેરિયાઓની ગુંડાગીરી

સુરતમાં ટ્રેનમાં ફેરિયાઓની ગુંડાગીરી સામે આવી છે. નજીવી બાબતે ફેરિયાઓ દ્વારા મુસાફરો સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. જે અંગે રેલવને ટ્વિટ કરી ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત ફેરિયાઓએ મુસાફરોને ટ્રેનમાંથી ફેંકવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ છે. જોધપુર બાંદ્રા સૂર્યનગરી એક્સપ્રેસમાં બનાવ બન્યો હતો. મુસાફરે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી

Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયોAhmedabad Police | હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, જુઓ VIDEO

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'

હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!

Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ

Nagarjuna: અભિનેતા નાગાર્જુને તેલંગાણાના મંત્રી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ,જાણો સમગ્ર મામલો

Embed widget