શોધખોળ કરો

Surat: કન્ડક્ટરની દાદાગીરી, બસના યાત્રીનું માથુ ફોડી નાંખ્યુ, યાત્રી લોહીલુહાણ

કન્ડક્ટરની દાદાગીરીનો કિસ્સો સુરતના ઉધના વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં સીટી બસના કન્ડક્ટરે મુસાફર સાથે બબાલ થયા બાદ મુસાફરનું માથુ ફોડી નાંખ્યુ હતુ,

Surat: કન્ડક્ટરની દાદાગીરીનો કિસ્સો સુરતના ઉધના વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં સીટી બસના કન્ડક્ટરે મુસાફર સાથે બબાલ થયા બાદ મુસાફરનું માથુ ફોડી નાંખ્યુ હતુ, મુસાફર ગંભીર રીતે ઘાયલ થતાં તેને હૉસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

માહિતી પ્રમાણે, સુરતના ઉધના વિસ્તારમાં સીટી બસના કન્ડક્ટરની દાદાગીરી જોવા મળી છે. સીટી બસમાં સવાર એક મુસાફર સાથે બબાત થતાં તેની સાથે ઝઘડો થયો હતો, અને બાદમાં કન્ડક્ટરે દાદાગીરી કરીને તેને માથામાં મારી દીધુ હતુ. કન્ડક્ટરે યાત્રીને ઢોરમાર માર્યો હતો, આ દરમિયાન તેને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી. કન્ડક્ટરે યાત્રીનું માથુ ફોડી નાંખતા બસ સામે સ્થાનિકો રોષે ભરાયા હતા. આ કન્ડક્ટરનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

રત્ન કલાકાર અને ડૉક્ટરને હનીટ્રેપમાં ફસાવ્યા

સુરતના રત્નકલાકાર અને ડૉક્ટરને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપનારી ત્રણ મહિલા સહિત કુલ 11 લોકોની ગેંગને ઝડપી પાડવામાં સુરત જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે.  સુરતના રૂઘનાથપુરામાં રત્નકલાકાર રહેતા યુવાનને થોડા દિવસ અગાઉ કારખાનામાં રજા હોવાથી કામરેજ ચાર રસ્તા પાસે ફરવા આવતાં  એક મહિલાએ લિફ્ટ માંગી રત્નકલાકાર સાથે વાતચીત કરી મોબાઈલ નંબર લઈને કેનાલ રોડ પર ઊતરી ગઈ હતી. બાદમાં મહિલાએ ફરવા જવા માટે રત્નકલાકારને ફોન કરીને જણાવતાં બાઈક પર ગલતેશ્વર ફરવા માટે જતાં રસ્તામાં નહેર પાસે બાઈક ઊભી રાખતાં હનીટ્રેપ કરતી ટોળકીએ રત્નકલાકારને માર મારી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહિ મોબાઈલ ફોન લઈને ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ લઈને કેન્ડલવૂડ શોપિંગ પાસે આરતી પટેલ નામની યુવતીએ રૂપિયા 6000નું પેટ્રોલ તેમજ હાઈપર માર્ટમાં 48,317, રોકડા 18000 રુપિયા ઉપાડી લીધા હતા. સમગ્ર મામલે રત્ન કલાકારે આ હનીટ્રેપની ટોળકી વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, જ્યારે આ ટોળકી દ્વારા અમરોલીના ડોક્ટરને પણ ફેસબુકમાં મેસેજ કરીને વાવ ખાતે આવેલા એક શોપીંગ સેન્ટર પાસે બોલાવી નજીકમાં જ રિદ્ધિ એપાર્ટમેન્ટમાં મિત્રના ફ્લેટ પર લઈ જઈ રૂમમાં વાતચીત કરવા માટે લઈ ફસાવી દઈ ચપ્પુ બતાવી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ ડોકટર પાસેથી રોકડા રૂપિયા 1 લાખ તેમજ ડોક્ટરના મિત્ર પાસેથી રૂપિયા 50000 લઈ લેતાં આ ટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, કામરેજ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ  ટોળકીના ત્રણ મહિલા સહિત 11 ઈસમોને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે. પોલીસે બે ફોર વ્હીલર ,ચાર મોટર સાયકલ,12 મોબાઈલ મળી 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે જોખમમાં જીવ ?
Nitin Patel : વાહન પર ખેસ લગાવી ફરવાથી નેતા ન બનાય, નીતિન પટેલે યુવાનોને ચોખું સંભળાવી દીધું
Congress MLA Vimal Chudasma : કોંગ્રેસ MLAનો આક્રમક અંદાજ, પોલીસને લીધી આડેહાથ
Raghavji Patel : પૂર્વ મંત્રી રાઘવજી પટેલે ફોટા એડિટ કરી મુકવા મામલે નોંધાવી ફરિયાદ
Hun To Bolish : હું તો બોલીશ : આવું કેમ ચાલે છે પંચાયતોમાં ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
India-Bangladesh Tension: બાંગ્લાદેશ હાઈ કમિશને તમામ વિઝા સેવાઓ કરી બંધ, ઢાકાએ કેમ લીધો આ મોટો નિર્ણય?
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
Gujarat Police Bharti: PSI-LRD માટે ફોર્મ ભરવાની કાલે છેલ્લી તારીખ! OJAS પર ટ્રાફિક જામ થશે! છેલ્લી ઘડીની રાહ ન જોતા
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
ટીમ ઈન્ડિયા નહીં! રોહિત, સૂર્યા અને દુબે હવે એકસાથે રમશે, જાણો કઈ ટીમ?
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
GIFT City: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટછાટ વધારાઈ, હવે આ લોકોને પરમિટની જરૂર નહીં
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
AAP MLA ચૈતર વસાવા તોડપાણી કરે છે! સાંસદ મનસુખ વસાવાનો આરોપ, 75 લાખની...
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી!
MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Gold-Silver Price Today: સોના-ચાંદીમાં ઐતિહાસિક તેજી! ચાંદી ₹10,400 મોંઘી, સોનું પણ રેકોર્ડ હાઈ પર
Embed widget