શોધખોળ કરો

સુરતઃ કેરટેકર મહિલાએ આઠ મહિનાના બાળકને વારંવાર પલંગ પર પછાડતા બ્રેઇન હેમરેજ, કેરટેકરની ધરપકડ

માસૂમ બાળક અત્યાચાર મામલો આરોપી મહિલા કેરટેકર કોમલ ચાંદલેકરની ધરપકડ કરવામા આવી છે. રાંદેર પોલીસે મહિલાની ધરપકડ કરી છે. ગઈ કાલે પિતા મિતેશભાઈએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

સુરતઃ  માસૂમ બાળક અત્યાચાર મામલો આરોપી મહિલા કેરટેકર કોમલ ચાંદલેકરની ધરપકડ કરવામા આવી છે. રાંદેર પોલીસે મહિલાની ધરપકડ કરી છે. ગઈ કાલે પિતા મિતેશભાઈએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી. કેરટેકર વિરુધ્ધમાં ભૂતકાળમાં રજુઆત મળેલી. પરિવારે બાળક માટે જ સીસીટીવી લગાડાવ્યા હતા. કેરટેકર મધ્યવર્ગીય મહિલા છે. મહિલાનો પતિ જીમમાં કામ કરે છે.

આ મામલે મહિલા અને બાળ આયોગ દ્વારા તપાસના આદેશ અપાયા છે. સુરતની આંનદ હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી છે. બાળક આનંદ હોસ્પિટમાં આઇસીયુમાં છે, તેમ ડો. પ્રતિક શાહે જણાવ્યું હતું. મહિલા અને બાળ કલ્યાણ મંત્રીનુ નિવેદન પણ સામે આવ્યું છે. સુરતની ઘટના ખુબ જ ગંભીર છે. નિર્દઈ રીતે બાળકને મારવામા આવ્યુ. માતા પિતાએ જાગૃત બનવુ પડશે. ઘરના સીસીટીવી  રોજ ચેક કરવા જોઈએ. નોકરી વ્યવસાય કરતા માતાપિતા એ બાળકો માટે કાળજી લેવી જોઈએ. રાજ્ય સરકાર આ કિસ્સામાં કડક કાર્યવાહી કરશે. કેરટેકર પ્રોવાઈડર સંસ્થાઓ માટે સરકાર નિયમ બનાવશે. લોકોએ સંયુક્ત પરીવારમાં રહેવુ જોઈએ તો બાળકોનો સારી રીતે ઉછેર થશે.

સુરતના રાંદેરમાં નિર્દય કેરટેકર મહિલાએ આઠ મહિનાના બાળકને પાંચ મિનિટ સુધી હવામાં ઉછાળ્યો હતો અને વારંવાર પલંગમાં પછાડતા બાળકને બ્રેઇન હેમરેજ થઇ ગયુ હતુ. મળતી જાણકારી અનુસાર,  રાંદેર પાલનપુર પાટિયા હીમગીરી સોસાયટીમાં શિક્ષકના 8 માસના ટ્વીન્સ બાળકોને સાચવવા રાખેલી કેરટેકરે વ્યક્તિગત ગુસ્સો માસૂમ બાળક પર કાઢી નાખ્યો હતો. તેણીએ 5 મિનીટ સુધી એક બાળકને પલંગ પર 4થી 5 વાર પછાડી, કાન આમળી,હવામાં ફંગાળી માર માર્યો હતો. જેના કારણે બાળક બેહોશ થઈ ગયું હતું. આથી કેરટેકરે બાળકના માતા-પિતાને જાણ કરી હતી. માતા-પિતા બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેને માથામાં ઈજા થતાં બ્રેઇન હેમરેજ થયાનું ખુલ્યું હતું.

જોકે બાદમાં માતાપિતાએ ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરાતાં કેરટેકર મહિલા બાળક પર 5 મિનીટ સુધી અત્યાચાર કરતી હોવાના ચોંકાવનારા ફૂટેજ સામે આવ્યા હતા. બાળક રડતું હોવા છતાં કેરટેકરને જરાય દયા આવી ન હતી. આખરે મામલો રાંદેર પોલીસ સ્ટેશનમાં ગયો હતો. બાળકના પિતા મીતેશ પટેલે મોડી રાતે મહિલા વિરુદ્ધ ફરિયાદ  કરી હતી. જેના આધારે કેરટેકર કોમલ રવિ ચાંદલેકર (રહે, શ્રધ્ધા દીપ સોસા, સીંગણપોર)ની સામે હત્યાના પ્રયાસનો  ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી હતી. કેરટેકર તરીકે કોમલ છેલ્લા 3 મહિનાથી રાખી હતી અને તેનો 3 હજારનો પગાર હતો. 8 માસના બે બાળકો ટ્વીન્સ છે અને બાળકના પિતા સ્કુલમાં શિક્ષક અને માતા આઈટીઆઈમાં ઈન્સ્ટ્રચર છે. જયારે આરોપી મહિલા કોમલનો પતિ પણ સ્કૂલમાં નોકરી કરે છે.

કોમલને સંતાનો નથી ઉપરથી ઘરનું ટેન્શન હતું. જેથી તેણે બાળક પર ગુસ્સો ઠાલવી તેને પલંગમાં પછાડી, કાન અમળાવી તેમજ હવામાં ઉછાડી તેને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતા ઘરેથી નોકરી પર જતા હતા ત્યાર પછી બાળકો ખૂબ રડતા હોય છે એવું સ્થાનિકોએ વાલીને અગાઉ વાત પણ કરી હતી. આથી વાલીએ ઘરમાં સીસીટીવી કેમેરા લગાડ્યા હતા. જેના કારણે કેરટેકરનો મામલો બહાર આવી ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget